Baroda

શ્રીજીની સવારીમાં મારામારી કરનારા છ ઝડપાયા

By GS Team
10 Aug 20261 min read
TukuTouch Logo
શ્રીજીની આગમન યાત્રા દરમિયાન થયેલી મારામારીમાં રાવપુરા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. ગત 8 ઓગસ્ટે રાત્રે 10 વાગ્યે કલાલીના દીપક વણઝારા મિત્રો સાથે ન્યાયમંદિર બસ સ્ટેન્ડ પાસે આતશબાજી જોવા ગયા હતા. ત્યાં અજાણ્યા પાંચથી છ શખ્સોએ મજાક ઉડાવ્યાના વહેમ રાખી માર માર્યો હતો. પોલીસે હર્ષ કહાર, વિશાલ માળી, અશ્વિન કહાર, મેહુલ કહાર, જયદીપ પટેલ અને ધ્રુવ વસાવાને ઝડપી પાડ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રીજીની સવારીમાં મારામારી કરનારા છ ઝડપાયા

શ્રીજીની આગમન યાત્રામાં થયેલા મારામારીના બનાવમાં રાવપુરા પોલીસે ૬ શખ્સોની ધરપકડ કરી છે.

કલાલી વિસ્તારમાં રહેતો ૨૨ વર્ષનો  દીપક વણઝારા ગેરેજમાં મિકેનિકનું કામ કરે છે. દીપકે ફરિયાદમાં કહ્યું કે ગત્ ૮ ઓગસ્ટે રાત્રે ૧૦ વાગ્યે મિત્રો સાથે શ્રીજીની આગમન યાત્રામાં આતશબાજી જોવા માટે ગયો હતો. આ દરમિયાન ન્યાયમંદિર બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા પાંચથી છ શખ્સોએ અમે તેમની મજાક ઉડાવી રહ્યાનો વહેમ રાખી અમારી સાથે મારામારી કરી હતી.

પોલીસે આ ગુનામાં સંડોવાયેલા હર્ષ કહાર, વિશાલ માળી, અશ્વિન કહાર, મેહુલ કહાર (તમામ રહે. ઉકાજીનું વાડિયું, વૃંદાવન સર્કલ પાસે), જયદીપ પટેલ (રહે.જીવનગર, પ્રભાત ચાર રસ્તા પાસે) અને ધુ્રવ વસાવા (રહે.પ્રીતમનગર સોસાયટી,બાપોદ)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.