સરહદ પર ફરજ બજાવતા જવાનો માટે બહેનોએ 68000 રાખડીઓ મોકલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના નિવૃત્ત શિક્ષકે સરહદ પર ફરજ બજાવતા સૈનિકોને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડીઓ મોકલવાનું અભિયાન ૨૦૧૫માં શરુ કર્યું હતું.આ વર્ષે પણ મહિલાઓએ જવાનો માટે ૬૮૦૦૦ રાખડીઓ મોકલી છે.જે હવે કારગીલ, સિયાચીન, અરુણાચલ પ્રદેશ અને ગલવાન ખીણ સુધી પહોંચાડવામાં આવશે.
વડોદરાના સંજય બચ્છાવે ૨૦૧૫માં આ અભિયાન ૭૫ રાખડીઓથી શરુ કર્યું હતું.જોકે જેમ જેમ આ ઉમદા કાર્યની જાણ સમાજમાં લોકોને થતી ગઈ તેમ-તેમ રાખડીઓની સંખ્યા વધવા માડી હતી.આ વખતે ભારતના ૧૪ રાજ્યોના ૪૦ શહેરો ઉપરાંત ઓસ્ટ્રેલિયા, યુએઈ, અમેરિકા, જર્મની, કેનેડા સહિતના ૧૪ દેશોની બહેનોએ જવાનો માટે રાખડીઓ મોકલી છે.
સંજય બચ્છાવ કહે છે કે, અમે રાખડીની પાછળ દરેક બહેનનું નામ અને સંપર્ક નંબર પણ લખીએ છે.સાથે બહેનો ઈચ્છે તો જવાનનો આભાર માનતો સંદેશો પણ મોકલી શકે છે.ઘણા કિસ્સામાં જવાનો રાખડી પાછળ લખેલા નંબરના કારણે બહેનોને ફોન કરીને આભાર માનતા હોય છે તો કેટલાક અધિકારીઓ રાખડીના બદલામાં ભેટ પણ મોકલી આપતા હોય છે.
તેમના આ અભિયાનમાં મદદ કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ જોડાયા છે.
૭૦માંથી ૩૫ જ બેઠકો પર એડમિ









