Baroda

ભાડા પટ્ટે વર્ષોથી રાખ્યા બાદ ખંડેરાવ માર્કેટમાં ભાડુ નહી ભરતી દુકાનોને સીલ કરાઇ

By GS Team
28 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરામાં કોર્પોરેશનની ખંડેરાવ માર્કેટની દુકાનોના ભાડુઆતો સામે કાર્યવાહી થઈ છે. 6 વર્ષથી ભાડું ન ભરનાર માળી વિભાગની 2 અને મરચા વિભાગની 1 દુકાનને સીલ કરાઈ છે. આ ઉપરાંત, તંબોળી, કટલરી, માળી, મરચા વિભાગ અને સિદ્ધનાથ રોડ પાસેની 15 દુકાનોને નોટિસ આપી વહેલી તકે ભાડું ભરપાઈ કરવા જણાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાડા પટ્ટે વર્ષોથી રાખ્યા  બાદ ખંડેરાવ માર્કેટમાં ભાડુ નહી ભરતી દુકાનોને સીલ કરાઇ

શહેરના ખંડેરાવ માર્કેટમાં આવેલી દુકાનો દ્વારા છેલ્લા છ વર્ષથી ભાડાઓ નહી ભરાતા દુકાનો સીલ કરવામાં આવી છે જ્યારે કેટલીક દુકાનોને નોટિસો અપાઇ છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખંડેરાવ માર્કેટમાં બનાવાયેલી દુકાનો ભાડાપટ્ટે આપવામાં આવી છે. જો કે અનેક વેપારીઓ દ્વારા સમયસર ભાડુ ભરપાઇ કરવામાં આવતું નહી હોવાથી કોર્પોરેશનને પણ આર્થિક નુકસાન થતું હોય છે. લાંબા સમય સુધી ભાડુ કોર્પોરેશનની તિજોરીમાં જમા નહી કરાવનાર આવા વેપારીઓ સામે કોર્પોરેશન દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.
ખંડેરાવ માર્કેટના માળી વિભાગની બે તેમજ મરચા વિભાગની એક દુકાનને છેલ્લા છ વર્ષથી ભાડુ નહી ભરવા બદલ સીલ કરી દેવામાં આવી છે અને શટર પર નોટિસ લગાવી દેવાઇ છે. આ ઉપરાંત તંબોલી વિભાગ, કટલરી વિભાગ, માળી વિભાગ, મરચા વિભાગ અને સિધ્ધનાથરોડ પાસેની કોર્પોરેશનની માલિકીની ૧૫ દુકાનોને નોટિસ આપી વહેલી તકે ભાડુ ભરપાઇ કરવા જણાવાયું છે.