Baroda

કલાલીમાં ખરીદી કરવા ગયેલા ગ્રાહક પર દુકાનદારનો હુમલો

By GS Team
7 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના કલાલી અને હરણી વારસિયા રિંગ રોડ પર સામાન્ય બાબતે મારામારીના 2 કિસ્સા સામે આવ્યા છે. કલાલીમાં દુકાનદારે લોટનું પેકેટ લેવા બાબતે ગ્રાહક પર લોખંડની પાઇપથી હુમલો કર્યો. જ્યારે હરણીમાં ફ્રૂટની લારી મૂકવા બાબતે થયેલી તકરારમાં એક યુવકને કડું મારતા ઇજા થઈ હતી. અટલાદરા અને વારસિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કલાલીમાં ખરીદી કરવા ગયેલા ગ્રાહક પર દુકાનદારનો હુમલો

કલાલી અને હરણી વારસિયા રીંગ રોડ પર નજીવી બાબતે મારામારી થતા અટલાદરા અને વારસિયા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
કલાલી ખિસકોલી સર્કલ પાસે સોનલ પાર્ક સોસાયટીમાં રહેતા મુકેશકુમાર કુસ્વાહે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત ૫ મી તારીખે હું પ્રમુખ સ્વામી કુટિર ખાતે મારા મામાના ઘરે ગયો હતો. હું અને મારા મામાનો દીકરો સાંજે સાડા સાત વાગ્યે ગુલાબી વુડાના મકાન પાસે કરિયાણાની દુકાન પર ખરીદી કરવા ગયા હતા.મારો પિતરાઇ ભાઇ દુકાનમાંથી લોટનું પેકેટ લઇને મારી પાછળ ઊભો હતો. તે દરમિયાન પાછળથી આવેલા દુકાનદાર અજય ગાયકવાડે મને પૂછ્યા વગર પેકેટ કેમ લીધું, તેવું કહીને ઝઘડો કરી લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો.
જ્યારે અન્ય એક કિસ્સામાં મૂળ યુ.પી. અને હાલ હાથીખાના વિસ્તારમાં રહેતા ફ્રૂટની લારી ચલાવતા સાનમોહંમદ અનવરભાઇ પઠાણે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે બપોરે ત્રણ વાગ્યે દિનેશ નરીયાણી તથા વિકાસ રાણા સાથે લારી મૂકવા બાબતે તકરાર થતા ઝપાઝપી થઇ હતી. દિનેશે ઉશ્કેરાઇને માથામાં કડું મારી ઇજા પહોંચાડી હતી.