ટોચના ખેલાડીના ચોંકાવનારા પરાજયથી અપસેટ સર્જાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સમા સ્પોર્ટસ્ કોમ્પલેક્સ ખાતે આયોજિત ચોથી ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પુરુષોની સ્પર્ધામાં ટોચના ક્રમાંકિત ખેલાડી અરવલ્લીના જન્મેજય પટેલને અમદાવાદના અનસીડેડ સાહિબજોતસિંહ જગ્ગીએ ૩-૦થી હરાવીને પુરુષોની મુખ્ય સ્પર્ધામાંથી બહાર કરી દઈ મોટો અપસેટ સર્જ્યો છે.
બીજા ક્રમાંકિત અમદાવાદના અભિલાષ રાવલે રાજકોટના અનસીડેડ હેત ઠાકરને ૩-૧, રાજકોટના ચોથા ક્રમાંકિત જયનીલ મહેતાએ સુરતના ૧૩મા ક્રમાંકિત દેવર્ષ વાગેલાને૩-૨, અરવલ્લીના ત્રીજા ક્રમાંકિત ધ્યેય જાનીએ સુરતના અયાઝ મુરાદને ૩-૧ અને સુરતના છઠ્ઠા ક્રમાંકિત નુતનશુ દયામાએ ૧૧માં ક્રમાંકિત આર્ય કટારિયાને ૩-૨થી પરાજિત કર્યા છે.
સાતમા ક્રમાંકિત સોહમ ભટ્ટાચાર્યએ રિયાન દત્તાને ૩-૦, ભાવનગરના આઠમા ક્રમાંકિત પૂજન ચંદારાણાએ સ્થાનિક ખેલાડી અને નવમા ક્રમાંકિત જલય મહેતાને ૩-૧થી હરાવ્યો છે, જ્યારે હિમાંશુ દહિયાએ સાહિબજોતસિંહ જગ્ગીને૩-૧થી અને ઓમ જયસ્વાલે અમદાવાદના ૧૨મા ક્રમાંકિત માલવ પંચાલને ૩-૧થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
આ ઉપરાંત, મહિલા સિંગલ્સમાં તમામ સીડેડ ખેલાડીઓએ પ્રથમ રાઉન્ડમાં સરળતાથી વિજય હાંસલ કર્યો છે. અંડર- ૧૯ અને-૧૫ ગર્લ્સની ક્વોલિફાઇંગ સ્પર્ઘામાં પણ તમામ સીડેડ ખેલાડીઓએ મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવ્યું છે.









