શિનોરના વેપારી પરિવાર સાથે મોબાઇલ એપ દ્વારા રોજે રોજ કમાણીની લાલચમાં છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરેલી એપ્લિકેશનમાં રોજે રોજ રૃપિયા કમાવાની લાલચમાં શિનોરના વેપારી પરિવારે મોટી રકમ ગુમાવ્યા બાદ ભેજાબાજે એપ બંધ કરી દીધી હતી.
શિનોરના મુખ્ય બજારમાં કાપડનો ધંધો કરતા અસ્લમબાનુ ગફુરભાઇ મેમણે અજાણ્યા શખ્સ સામે શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે એપ્રિલ-૨૦૨૫માં મારા નાનાભાઇ વસીમ અકરમે પ્લે સ્ટોરમાંથી એલઆઇટી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ડિપોઝીટ પેટે રૃા.૨૫૨૦૦ જમા કરાવ્યા હતાં જેની સામે રોજ બેન્ક એકાઉન્ટમાં રૃા.૯૦૦ જમા થતા હતાં તેવી વાત મને કરતા હું પણ લાલચમાં ફસાયો હતો.
મેં તેમજ મારી પત્ની અને પુત્રીએ પણ આ એપ્લિકેશન પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરી રૃપિયા ડિપોઝીટ પેટે જમા કરાવ્યા હતાં. તેની સામે શરૃઆતમાં પૈસા જમા થતા હતાં પરંતુ બાદમાં ખબર પડી કે કેટલીક રકમ બેંકમાં સીઝ થઇ ગઇ છે જેથી બેન્કમાં જઇને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે એપ બંધ થઇ ગઇ છે અને મારી સાથે સાયબર ફ્રોડ થયું છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે મે, મારા ભાઇ, પત્ની અને પુત્રીએ કુલ જમા કરાવેલી ડિપોઝીટની રકમ પૈકી રૃા.૯૮ હજાર પરત મળ્યા છે જ્યારે રૃા.૮૬૨૦૦ પરત મળ્યા નથી.




