Baroda

લોક અદાલતમાં કેસોના નિકાલ સાથે રૃા.૫૯.૮૫ કરોડનું સેટલમેન્ટ થયું

By GS Team
12 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરા જિલ્લા કાનુની સેવા સત્તામંડળે દિવાળીપુરા કોર્ટમાં ત્રીજી મેગા નેશનલ લોક અદાલત યોજી. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની અધ્યક્ષતામાં 41,811 કેસો રજૂ થયા. મોટર અકસ્માત વળતરના 91 કેસ સહિત કુલ 2,899 કેસોમાં સમાધાન થયું. 44,331 પેન્ડિંગ કેસોનો નિકાલ થયો અને રૂ. 59.85 કરોડનું સેટલમેન્ટ થયું.

Summarized by AI; it may make mistakes. Check important info

લોક અદાલતમાં કેસોના નિકાલ સાથે  રૃા.૫૯.૮૫ કરોડનું સેટલમેન્ટ થયું

અત્રેના જિલ્લા કાનુની સેવા સત્તામંડળ દ્વારા આજે દિવાળીપુરા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું હતું.

નેશનલ અને ગુજરાત લીગલ સર્વિસિસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ તેમજ વડોદરાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેનની અધ્યક્ષતામાં આ વર્ષની ત્રીજી મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું હતું.

વાહન અકસ્માત વળતરના પેન્ડિંગ એક કેસમાં રૃા.૧.૦૫ કરોડ તથા અન્ય એક કેસમાં રૃા.૨૪ લાખની રકમમાં સમાધાન થયું છે. મોટર અકસ્માત દાવાના ૯૧ કેસમાં સમાધાન થયું છે. રૃા.૯૩.૫૦ લાખના ચેક રિટર્ન એક કેસમાં સમાધાન થયું છે. સિવિલ તકરારમાં રૃા. ૬ કરોડમાં સમાધાન થયું છે.

લોક અદાલતમાં કુલ ૪૧,૮૧૧ કેસો રજૂ થયા હતા. કુલ ૨૮૯૯ કેસો લોક અદાલતમાં સમાધાનથી પૂર્ણ થયા છે. વડોદરા જિલ્લાના પેન્ડિંગ કેસોમાંથી કુલ ૪૪,૩૩૧ કેસોનો નિકાલ થયો છે. આ ઉપરાંત, કોર્ટમાં આવ્યા ના હોય તેવા ગેસ બિલ, ટ્રાફિક ચલણ સહિતના પ્રી-લિટિગેશનના કુલ ૩૪,૪૦૭ કેસ સમાધાનથી પૂર્ણ થયા છે.  લોક અદાલતમાં સમાધાનથી રૃા.૫૯,૮૫,૧૩,૯૫૦ રકમનું સેટલમેન્ટ થયું છે.