ડેરીક્ષેત્રે ગંભીર સ્થિતિઃબરોડાડેરીના દૂધની આવકમાં 75લાખ લીટર દૂધનો ઘટાડોઃરાજકીય કાવાદાવાવાળા ડેસર ઝોનમાં સૌથી વધુ ઘટાડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બરોડા ડેરીની આજે મળેલી એજીએમમાં દૂધની આવકના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા.જે ખૂબ જ ચોંકાવનારા અને ડેરી ઉદ્યોગ માટે ગંભીરતાથી વિચાર કરવા પડે તેવા છે.
બરોડા ડેરીના પ્રમુખ દીનુમામા અને ઉપપ્રમુખ જીબી સોલંકીએ રજૂ કરેલા વાર્ષિક અહેવાલમાં કહ્યું હતું કે,વર્ષ-૨૦૨૪-૨૫માં ડેરીના દૂથની વાર્ષિક આવક કુલ૧૯.૫૫ કરોડ લીટર હતી.જે વર્ષ-૨૦૨૫-૨૬માં ઘટીને ૧૮.૮૦ કરોડ લીટર થઇ છે.જેથી એક વર્ષમાં દૂધની આવકમાં ૭૫ લાખ લીટરનો ઘટાડો નોંધાયો છે.
દૂધની આવક ઘટવામાં વડોદરા જિલ્લાનો પાંચ ટકા ફાળો છે,જ્યારે છોટાઉદેપુર જિલ્લાનો અઢી ટકા ભાગ છે.વડોદરા જિલ્લામાં રાજકીય કાવાદાવાને કારણે લાંબા સમયથી વિવાદમાં રહેલા ડેસર ઝોનમાં દૂધની આવક પર સીધી અસર દેખાઇ છે અને વડોદરા જિલ્લામાં થયેલા દૂધના ઘટાડામાં ડેસર ઝોનનો ૨૦ ટકા હિસ્સો છે.
દૂધની આવક ઘટવાના કારણો શું છે
- ખાનગી તબેલાઓ અને બહારની ખાનગી ડેરીઓનું વિસ્તરતું નેટવર્ક
- પશુપાલકોની યુવા પેઢી નોકરી-ધંધા માટે શહેર તરફ વળી રહી છે
- ખેતી કામ સિવાયના પશુપાલકો માટે પશુઓની નિભાવણી અને દાણ સહિતની ચીજો પર મોંઘવારીનો માર
- બીજા જિલ્લાઓમાંથી આવતા દૂધના પુરવઠા પર રાજ્યના ફેડરેશન દ્વારા મૂકાયેલો પ્રતિબંધ
-ડેરીના સત્તાધીશો અને ધારાસભ્યો વચ્ચે સંકલનને અભાવે દૂધ ની આવક વધારવા માટે રાજ્ય સરકારની નવી યોજનાઓ લાવવા અને બીજી યોજનાઓનો અમલ કરાવવામાં ધારાસભ્યોની વગનો ડેરીને પૂરતો લાભ મળતો નથી.




