Baroda

સિનિયર સિટિઝનનું ATM કાર્ડ તફડાવી લઇ 75 હજાર વિડ્રો કરી લીધા

By GS Team
20 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં સિનિયર સિટિઝન અશ્વિનભાઈ શાહના કેરટેકર રાજેશ્વરસિંહ દરબારે ATM કાર્ડનો દુરુપયોગ કરી 75,000 રૂપિયા ઉપાડી લીધા હતા. નિલેશભાઈ શાહે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હરણી વારસિયા રિંગરોડ પરના માંગલ્ય પાર્ક સોસાયટીના નિલેશકુમાર શાહે જણાવ્યું કે, કાકાના હિપ બોલના ઓપરેશન બાદ રાજેશ્વરસિંહને કેરટેકર તરીકે રાખ્યો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિનિયર સિટિઝનનું ATM કાર્ડ તફડાવી લઇ 75 હજાર વિડ્રો કરી લીધા

Vadodara News : વડોદરામાં કેરટેકર તરીકે રાખેલા યુવકે સિનિયર સિટિઝનનું એ.ટી.એમ. કાર્ડ તફડાવી લઇ 75 હજાર વિડ્રો કરી લીધા હતા. જે અંગે સિટી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હરણી વારસિયા રિંગરોડ પરની માંગલ્ય પાર્ક સોસાયટીમાં રહેતા નિલેશકુમાર લક્ષ્મીકાંતભાઇ શાહ (ઉં.વ.61) નિવૃત્ત જીવન ગુજારે છે. સિટી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા કાકા અશ્વિનભાઇ કેશવલાલ શાહ (ઉં.વ.76) અપરિણીત છે અને તેઓ બાજવાડામાં રહે છે. અઢી મહિના પહેલા તેઓને હિપ બોલનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યારબાદ તેઓની સાર સંભાળ રાખવા માટે કેરટેકર તરીકે રાજેશ્વરસિંહ જયપ્રકાશભાઇ દરબાર (રહે. ઝંડા ચોક, કિશનવાડી) ને રાખ્યો હતો. લગભગ દોઢ મહિના સુધી તેણે મારા કાકાની દેખરેખ રાખી હતી. ત્યારબાદ મારા કાકાની તબિયત સારી હોઇ તા.23-06-2026 ના રોજ મેં તેને આવવાની ના પાડી હતી. ગત 17 મી ઓગસ્ટે હું મારા કાકાની એફ.ડી.નું સ્ટેટસ જોવા બેંકમાં ગયો ત્યારે મને જાણ થઇ કે, 2 જી અને 3 જી જૂને મારા કાકાના એકાઉન્ટમાંથી એ.ટી.એમ. મારફતે 75 હજાર રૂપિયા વિડ્રો થયા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે, મારા કાકના કેરટેકર તરીકે રાખેલા રાજેશ્વરસિંહે જ 75 હજાર વિડ્રો કરી લીધા હતા.