Baroda

સીનિઅર સિટિઝનને નિવૃત્તિ પછી મળેલા રૂપિયા ઈન્વેસ્ટ કરી આપવાના બહાને પાંચ લાખ પડાવી લીધા

By GS Team
12 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરામાં નિવૃત્ત સિનિયર સિટિઝન સાથે ₹5 લાખની ઠગાઈ થઈ છે. ખાનગી બેંકના સેલ્સ મેનેજર જયેશ પરમારે નિવૃત્તિ ભંડોળ રોકાણના બહાને, ફરિયાદી નિરંજનભાઈ મહેતાના ચેક પર ખોટી સહી કરી, મિત્રના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. સમા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સીનિઅર સિટિઝનને નિવૃત્તિ પછી મળેલા રૂપિયા ઈન્વેસ્ટ કરી આપવાના બહાને પાંચ લાખ પડાવી લીધા

Vadodara: નિવૃત્તિ પછી મળેલા રૂપિયા ઇન્વેસ્ટ કરી આપવાના બહાને ખાનગી બેંકના સેલ્સ મેનેજરે સીનિઅર સિટિઝન સાથે પાંચ લાખની ઠગાઇ કરી હતી. જે અંગે સમા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સમા કેનાલ રોડ નંદ કોમ્પલેક્સમાં રહેતા 61 વર્ષના નિરંજનભાઇ પરસોત્તમભાઇ મહેતા જનરલ સ્ટોરમાં નોકરી કરે છે. સમા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,અગાઉ હું એલેમ્બિક કંપનીમાં નોકરી કરતો હોઇ મારું સેલેરી એકાઉન્ટ એક્સીસ બેન્કમાં હતું. જેથી, ત્યાં નોકરી કરતા કર્મચારી જયેશ લીંબાભાઇ પરમાર સાથે સંપર્ક થયો હતો. નિવૃત્તિ પછી મળેલા રૃપિયાના રોકાણ માટે હું બેંકમાં ગયો હતો. ત્યારે જયેશભાઇએ મને અલગ - અલગ સ્કીમ સમજાવી હતી. તેઓ ઘરે પણ આવતા હતા. તેમણે મને પાંચ - પાંચ લાખની બે એફ.ડી. કરી આપી હતી. ત્યારબાદ મારા સેલેરી એકાઉન્ટ નંબર વાળો પાંચ લાખનો ચેક એફ.ડી. કરાવવા માટે આપ્યો હતો. તેમણે બેંકમાંથી આર.ટી.જી.એસ. ફોર્મ ભરી તેમાં બેનીફીસરી તરીકે તેમના મિત્ર સુજીતસિંહ ધરમસિહ ગોહિલના એકાઉન્ટનો નંબર લખ્યો હતો. તેમાં મારી ખોટી સહી કરી દીધી હતી.

મારી પાસેથી લઇ ગયેલો ચેક બેંકમાં જમા કરાવી તેના મિત્ર સુજીતસિંહ (રહે. પરમાર ફળિયું, ટીકરીયા મઠ ગામ, તા.પાદરા) ના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દીધા હતા. તે રૂપિયા જયેશભાઇએ તેમના મિત્રના એકાઉન્ટમાંથી લઇ લીધા હતા અને મને એફ.ડી. કરી આપી નહતી.