ટ્રેડ ગ્રીપ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટના નામે વડોદરાના સિનિયર સિટીઝન સાથે 1.07 કરોડની છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fraud Case : વડોદરાના વધુ એક સિનિયર સિટીઝન સાથે ઇન્વેસ્ટમેન્ટના નામે એક કરોડ ઉપરાંતની રકમની છેતરપિંડીનો બનાવ બનતા સાયબર સેલે તપાસ હાથ ધરી છે.
છાણી ટીપી 13 વિસ્તારમાં અલંકાર સોસાયટી પાસે આનંદ વિલામાં રહેતા અને સાવલીની ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવતા મૂળ પૂણેના હેમેન્દ્ર ગાનુએ પોલીસને કહ્યું છે કે ઓગસ્ટ 2025 માં હું સર્ફિંગ કરતો હતો તે દરમિયાન ટ્રેડ ગ્રીપના નામે એક જાહેરાત આવતા મેં લિંક ક્લિક કરી હતી.
ત્યારબાદ થોડી જ વારમાં એક મહિલાનો ફોન આવ્યો હતો અને તેને ટ્રેડ ગ્રીપમાંથી વાત કરતી હોવાનું કહી અમેરિકાના બજારમાં ગોલ્ડ, સિલ્વર, કોમોડિટી વગેરેમાં રોકાણ માટે વાત કરી હતી. જેથી મેં તૈયારી બતાવતા તેણે તેના મેનેજરનો સંપર્ક કરાવ્યો હતો. મને એક લિંક મોકલીને રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ મેં 19,000 ઇન્વેસ્ટ કરતાં મને 200 ડોલર બેલેન્સ દેખાતું હતું.
ફરિયાદીએ કહ્યું છે કે, ત્યારબાદ મેનેજર જુનેદ, સુરેશ તેમજ ગણેશ નામના શખ્સે અલગ અલગ લિંક મોકલી મારી પાસે છ મહિનાના ગાળામાં કુલ રૂ.1.09 કરોડનું રોકાણ કરાવ્યું હતું. જેની સામે માત્ર રૂ.બે લાખથી વધુ રકમ મળી હતી. અને 1.07 કરોડ હજી મળ્યા નથી. મારી રકમ પરત કરવાની બદલે મારી પાસે વધુ ન વધુ રકમની માંગણી થતી હોવાથી મને શંકા પડી હતી અને સાયબર સેલને જાણ કરી હતી.









