મંદિરે દર્શન કરવા જતા સીનિઅર સિટિઝનને કાર ચાલકે ટક્કર મારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વહેલી સવારે કારેલીબાગ સંગમ ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરતા સીનિઅર સિટિઝનને અડફેટે લઇ કાર ચાલક ભાગી ગયો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
કારેલીબાગની સત્યેન સોસાયટીમાં રહેતા ૭૩ વર્ષના ભરતભાઈ છોટાભાઈ અમીન નિવૃત્ત જીવન ગુજારે છે. છેલ્લા એક વર્ષથી તેઓ કારેલીબાગ સંગમ ચાર રસ્તા પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરે આરતીના દર્શન કરવા માટે જાય છે. ગઈકાલે સવારે પણ તેઓ રાબેતા મુજબ સવારે છ વાગ્યે ઘરેથી ચાલતા નીકળ્યા હતા. સંગમ ચાર રસ્તા પાસે આવીને તેઓ સામે મંદિરે જવા માટે રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન કારેલીબાગ પાણીની ટાંકી તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે તેઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં તેઓને જમણા પગે ફેક્ચર થયું હતું. અકસ્માત કર્યા બાદ કાર ચાલક ભાગી ગયો હતો. જે અંગે કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજ આધારે કાર ચાલકની શોધખોળ શરૃ કરી છે.




