Baroda

દૂર જઇને ફટાકડા ફોડવાનું કહેતા સીનિઅર સિટિઝન પર હુમલો

By GS Team
14 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરાના સુશેન તરસાલી રિંગ રોડ પર મણીનગર સોસાયટીમાં 61 વર્ષીય ગોરધનભાઈ સોલંકીને ફટાકડા ફોડવાની ના પાડતા યુવકોએ માર માર્યો હતો. 9મી તારીખે રાત્રે ઘર પાસે ફટાકડા ફોડતા યુવકોને દૂર જઈ ફોડવાનું કહેતા, એક યુવકે ગાળો બોલી ઝઘડો કર્યો. ત્યારબાદ અન્ય યુવકોએ લાફા મારી ગડદાપાટુનો માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દૂર જઇને ફટાકડા ફોડવાનું કહેતા સીનિઅર સિટિઝન પર હુમલો

ઘરની દૂર જઇ ફટાકડા ફોડવાનું કહેતા સીનિઅર સિટિઝન પર છોકરાઓએ હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
સુશેન તરસાલી રિંગ રોડ મણીનગર સોસાયટીમાં રહેતા ૬૧ વર્ષના ગોરધનભાઇ ભુલાભાઇ સોલંકી ફેબ્રિકેશનનું કામ કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૯ મી તારીખે રાત્રે સવા બાર વાગ્યે અમારી સોસાયટીના છોકરાઓ ભેગા થઇને ઘર આગળ ફટાકડા ફોડી બૂમાબૂમ કરતા હતા. જેથી,મેં તેઓને દૂર જઇને ફટાકડા ફોડવાનું કહ્યું હતું. એક છોકરાએ મને ગાળો બોલી ઝઘડો શરૃ કર્યો હતો. તે અવાજ સાંભળીને મારા પત્ની મને સમજાવીને લઇ ગયા હતા. તે દરમિયાન એક છોકરાએ મને લાફો મારી દીધો હતો. અન્ય છોકરાઓએ પણ મારી સાથે ઝઘડો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. એક છોકરાએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.