ગ્રાઉન્ડની ક્ષમતાથી વધુ પાસના વેચાણથી અંધાધૂંધી જ ફેલાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવરાત્રિ ગરબા મહોત્સવ માટે આયોજકોને પોલીસ પરવાનગી આપતાં પહેલાં જાહેર સલામતી અને કાયદાકીય જોગવાઈઓનું સ્થળ પર સઘન નિરીક્ષણ કરવામાં આવે તેવી માગ સાથે વિશ્વામિત્રી બચાવો સમિતિએ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે નવરાત્રિ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓની સંખ્યાનું નિયંત્રણ જાહેર સલામતી માટે અત્યંત જરૃરી છે. ગરબા રમવા માટે તૈયાર કરવામાં આવેલા ગોળાકાર મેદાનનું માપ મેળવી તેનો અહેવાલ તૈયાર કરવો જોઈએ. દર બે ચોરસ મીટર વિસ્તારમાં એક ખેલૈયાના માપદંડ પ્રમાણે પાસ વેચવાની મર્યાદા નક્કી કરવા અને આયોજક પાસેથી સોગંદનામા પર બાંહેધરી મેળવવી જોઈએ.
ગરબા આયોજકો દ્વારા મેદાનની ક્ષમતા કરતાં વધુ પાસનું વેચાણ ન થાય તે માટે પોલીસનું નિયંત્રણ જરૃરી છે. ખેલૈયાઓની સંખ્યા ગણવા માટે ઇન્ફ્રારેડ બીમ કાઉન્ટર ફરજિયાત લગાવવામાં આવે. તેમજ ગરબા ગ્રાઉન્ડની બહાર નિયત સ્થળે ધ્વનિની તીવ્રતા માપવામાં આવે. નિયમોનો ભંગ જણાય તો લાગુ પડતા કાયદા મુજબ કાર્યવાહી કરવા જણાવાયું છે.




