Baroda

મકરપુરા જી.આઇ.ડી.સી.ની કંપનીમાંથી સ્ક્રેપની ચોરી

By GS Team
30 Sep 20261 min read
TukuTouch Logo
મકરપુરા GIDCની બરોડો બુસીંગ એન્ડ ઇન્સ્યુલેટર પ્રા.લિ. કંપનીમાંથી 60 કિલો કોપર સ્ક્રેપની ચોરી થઈ છે. ચીફ ઓપરેશન ઓફિસર કેતનકુમાર પટેલે માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા, મહેન્દ્ર વાઘેલા અને કિશોર રાવ સહિત 6 કર્મચારીઓ સામે ગુનો દાખલ થયો છે. CCTV ફૂટેજના આધારે 90 હજારની ચોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મકરપુરા જી.આઇ.ડી.સી.ની કંપનીમાંથી સ્ક્રેપની ચોરી

મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓ દ્વારા ૬૦ કિલો સ્ક્રેપની ચોરી કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કલાલી સત્વસહજ ડૂપ્લેક્સમાં રહેતા કેતનકુમાર ભાઇલાલભાઇ પટેલની મકરપુરા જી.આઇ.ડી.સી.માં બરોડો બુસીંગ એન્ડ ઇન્સ્યુલેટર પ્રા.લિ. નામની કંપનીમાં ચિફ ઓપરેશન ઓફિસરની પોસ્ટ પર નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૯ મી સપ્ટેમ્બરે અમારી કંપનીમાં નોકરી કરતા મહેન્દ્રભાઇ વાઘેલા તથા કિશોર રાવ કંપનીમાંથી ૪૪ કિલો કોપર સ્ક્રેપ ચોરી કરતા પકડાઇ ગયા હતા. કંપની માલિકે અન્ય કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ, તેની તપ ાસ કરવા કહેતા સીસીટીવી ચેક કરવાનું શરૃ કર્યું હતું. તે દરમિયાન અમારી કંપનીના અન્ય ચાર કર્મચારીઓ બૃંદ અર્જુનભાઇ વાઘેલા, પિન્ટુ ક્રિષ્ના વર્મા, અરૃણ રમેશભાઇ તડવી તથા કૌશલ ભીમભાઇ વર્મા ચોરી કરતા દેખાયા હતા. અમારી કંપનીમાંથી કુલ ૬૦ કિલો કોપર સ્ક્રેપ કિંમત રૃપિયા ૯૦ હજારની ચોરી થઇ હતી. જે અંગે માંજલપુર પોલીસે છ આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.