Baroda

શિષ્યવૃત્તિ યોજનાઓ માટેની વિદ્યાર્થીઓની દરખાસ્તો મોકલવામાં સ્કૂલોની આળસ

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
શાળા સંચાલકો દ્વારા પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓની દરખાસ્તો મોકલવામાં વિલંબ થતાં રાજ્ય સરકારનો લક્ષ્યાંક અધૂરો રહ્યો છે. સપ્ટેમ્બર શરૂ થયો હોવા છતાં, ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અનેક દરખાસ્તો બાકી છે, જેના કારણે 25 લાખ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત છે. DEO કચેરીએ ફરી પરિપત્ર પાઠવી તાત્કાલિક દરખાસ્તો મોકલવા સૂચના આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શિષ્યવૃત્તિ યોજનાઓ માટેની વિદ્યાર્થીઓની દરખાસ્તો મોકલવામાં સ્કૂલોની આળસ

વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ પ્રકારની પ્રિ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ માટે વિદ્યાર્થીઓની દરખાસ્તો મોકલવામાં સ્કૂલો દ્વારા થઈ રહેલા વિલંબના કારણે સરકારનું લક્ષ્યાંક પૂરુ થયું નથી.
મળતી વિગતો પ્રમાણે રાજય અને કેન્દ્ર સરકારની શિષ્યવૃત્તિ યોજનાઓમાં સાયકલ સહાય અને ગણવેશ સહાયની યોજનાઓનો પણ સમાવેશ થાય છે.શૈક્ષણિક સૂત્રોનું કહેવું છે કે, સપ્ટેમ્બર મહિનો શરુ થઈ ગયો પણ હજી સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કૂલોના આચાર્યો દ્વારા ઘણી દરખાસ્તો મોકલવાની બાકી છે અને તેના કારણે ઘણા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત છે.જેના પગલે ફરી એક વખત ડીઈઓ કચેરી દ્વારા શહેરની સ્કૂલોને પરિપત્ર પાઠવીને દરખાસ્તો વહેલી તકે મોકલવા માટે યાદ કરાવવામાં આવ્યું છે.રાજ્ય સરકારના જુલાઈ મહિનાના અંત સુધીના આંકડા પ્રમાણે રાજ્યની પ્રિ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ માટે ૩૫.૨૩ લાખ સ્કોલરશિપના લક્ષ્યાંકની સામે ૧૪.૯૮ લાખ અને કેન્દ્ર સરકારની યોજનાઓમાં ૫.૯૭ લાખના લક્ષ્યાંક સામે ૧.૨૭ લાખ દરખાસ્તો મળી હતી.કુલ મળીને ૪૧.૨૦ લાખના લક્ષ્યાંક સામે ૧૬.૨૫ લાખ અરજીઓ સરકારને મળી છે.જ્યારે બીજી ૨૫ લાખ અરજીઓનો લક્ષ્યાંક પૂરો કરવાનો બાકી છે.