Baroda

ગાંધીજીને પ્રિય ખાદી ખરીદવા ધસારો, એક દિવસમાં રૃા.25 લાખની ખાદીનું વેચાણ

By GS Team
2 Oct 20261 min read
TukuTouch Logo
ગાંધી જયંતિ નિમિત્તે વડોદરામાં રાવપુરા સ્થિત ખાદી ભંડારોમાં ભારે ભીડ જોવા મળી. લોકોએ ગાંધીજીની પ્રિય ખાદીની ઉત્સાહભેર ખરીદી કરી. એક જ દિવસમાં આશરે 25 લાખ રૂપિયાની ખાદીનું વેચાણ થયું. ગુજરાતની ખાદી પર 30% અને અન્ય રાજ્યોની ખાદી પર 20% ડિસ્કાઉન્ટ 31 ડિસેમ્બર સુધી ઉપલબ્ધ છે, જેનો લાભ લેવા સવારથી રાત સુધી ગ્રાહકો ઉમટ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીજીને પ્રિય ખાદી ખરીદવા ધસારો, એક દિવસમાં રૃા.25 લાખની ખાદીનું વેચાણ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની આજે ઉજવણી કરવામાં આવી હતી.ગાંધી જયંતિએ લોકો ગાંધીજીની પ્રિય એવી ખાદીની ખરીદી કરવા માટે ઉમટી પડયા હતા.શહેરમાં એક અંદાજ પ્રમાણે એક જ દિવસમાં ૨૫ લાખ રુપિયાની ખાદીનું વેચાણ થયું હતું.
વડોદરામાં ખાદીની પ્રોડક્ટસ ખરીદવા માટેના રાવપુરા સ્થિત વડોદરા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘ સંચાલિત ખાદી ગ્રામોદ્યોગ ભંડાર સહિતના ખાદી ભંડારોમાં ગુજરાતની ખાદી પર ૩૦ ટકા અને પરપ્રાંતમાં બનતી ખાદી પર ૨૦ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે.આ ઓફર તા.૩૧ ડિસેમ્બર સુધી છે.જેની અસર દેખાઈ હતી.આજે લોકોએ સવારથી ખાદી ગ્રામોદ્યોગ પર ભીડ જમાવી હતી.
મળતી જાણકારી પ્રમાણે ખાદીના ઝભ્ભા શર્ટ, સહિત સિલ્ક ખાદી, મિનિસ્ટર ખાદી, વ્હાઈટ ખાદી સહિતની વેરાઈટી વેચાણમાં મૂકાઈ છે.જેમાં રાજકોટી પટોળાનો પણ સમાવેશ થાય છે.જેની કિંમત ૧૪૦૦૦ રુપિયાથી માંડીને એક લાખ રુપિયા સુધી છે.
ગત વર્ષની જેમ આ વખતે પણ સિલ્ક ખાદીનું વેચાણ વધારે જોવા મળ્યું હતું.ખાદી ગ્રામોદ્યોગ ભંડારમાં સવારથી લઈને રાત્રે નવ વાગ્યા સુધી લોકોની ખાદી ખરીદવા માટે ભીડ જોવા મળી હતી.ખાદીના કારણે આજે પણ હજારો કારીગરોને રોજગાર મળી રહ્યો છે.ડિસ્કાઉન્ટ ઓફરના કારણે બે મહિના સુધી ખાદી ખરીદવા માટે ઘરાકી રહેશે.