Baroda

વાડીમાં દૂષિત પાણી મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ સામસામે

By GS Team
21 Aug 20261 min read
TukuTouch Logo
વૉર્ડ નંબર-14ના ગણેશબાગમાં દૂષિત પાણીની સમસ્યા મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને છે. મહિલાઓએ મ્યુનિ. કોર્પોરેશનમાં રજૂઆત કરતા વિવાદ થયો. આજે મ્યુનિ. કર્મચારીઓએ ખેડકર ફળિયામાંથી પાણીના સેમ્પલ લીધા. કર્મચારીઓ પાણી ચોખ્ખું હોવાનું કહે છે, જ્યારે મહિલાઓ 2 વર્ષથી ગટર મિશ્રિત કાળા પાણીની ફરિયાદ કરી રહી છે. કોંગી કાઉન્સિલરે શુદ્ધ પાણી આવ્યા બાદ સેમ્પલ લીધાનો આક્ષેપ કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

વાડીમાં દૂષિત પાણી મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ સામસામે

વોર્ડ નંબર-૧૪માં વાડીના ગણેશબાગમાં દૂષિત પાણીની સમસ્યાના મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા છે.

તાજેતરમાં ગણેશબાગની મહિલાઓ દૂષિત પાણીની સમસ્યા લઈને મ્યુનિ. કોર્પોરેશનની સભામાં રજૂઆત કરવા પહોંચી હતી, જ્યાં સત્તાપક્ષ દ્વારા રજૂઆત ખોટી હોવાની દલીલ મુદ્દે વિવાદ થયો હતો.

આજે મ્યુનિ.કર્મચારીઓએ ખેડકર ફળિયામાં પાણીના સેમ્પલ લીધા છે. આ દરમિયાન પાણી ચોખ્ખું અને કોઈ દુર્ગંધ નહીં હોવાનું કર્મચારીઓએ જણાવ્યું છે, તો બીજીતરફ મહિલાઓએ વિસ્તારમાં પાણીના ટાંકામાં કાળા રંગનું ગટર મિશ્રિત પાણી હોવાનું દર્શાવી નારાજગી વ્યક્ત કરી છે.

મહિલાઓનું કહેવું છે કે છેલ્લા બે વર્ષથી વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા છે. પાણીના ટાંકા દર અઠવાડિયે સાફ કરાવવા પડે છે અને આરઓ સિસ્ટમની પણ વારંવાર સર્વિસ કરાવવી પડે છે.

વધુમાં ઉમેર્યું કે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી. દૂષિત પાણીની સમસ્યાને કારણે લોકોને આથક ખર્ચ પણ ભોગવવો પડી રહ્યો હોવાથી વેરામાં માફી આપવાની માગ કરાઈ છે.

કોંગી કાઉન્સિલરે આક્ષેપ કર્યો કે નળમાંથી ચોખ્ખા પાણી પ્રવાહ શરૃ થયો એ પછી પાણીના સેમ્પલ લીધા છે. હકીકતમાં નળમાંથી શરૃઆતમાં આવતો દૂષિત પાણીનો પ્રવાહ તો જૈસે થે જ રહ્યો છે. આથી સત્તાવાળાઓ દૂષિત પાણીનું સેમ્પલ લઈ એના કાળોરંગ તથા દુર્ગંધ દૂર થાય એવા પગલા લે તે જરૃરી છે.