ગણેશોત્સવ પર્વે કૃત્રિમ તળાવ પાણીથી ભરવાના રૂ.8.14 લાખ વધારે ચુકવાશે : કુલ રૂ.18.54 લાખ ખર્ચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક આગામી 9 ઓક્ટોબર, શુક્રવારે સમિતિ ખંડમાં યોજાશે. બેઠકમાં ગણેશોત્સવ દરમિયાન કૃત્રિમ તળાવમાં પાણી ભરવા અને પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે પ્લાસ્ટિક પાથરવાના બે કામોની દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. બંને કામ પાછળ અંદાજિત રકમ કરતાં 22 ટકા વધુ ભાવ ચૂકવાતા વિવાદ થયો છે.
નવલખી અને હરણી ખાતેના કૃત્રિમ તળાવમાં પાણી ભરવા તથા પાણીનો સંગ્રહ થાય તે માટે જરૂરી પ્લાસ્ટિક પાથરવાના કામ માટે કોન્ટ્રાક્ટર ભારતી કન્સ્ટ્રક્શનનું ભાવપત્રક અંદાજિત રૂ.21.81 લાખ સામે 22 ટકા વધુ એટલે કે રૂ.26.60 લાખનું આવ્યું છે.
બીજી તરફ દક્ષિણ ઝોનના કૃત્રિમ તળાવમાં પ્લાસ્ટિક પાથરવાના કામ માટે કોન્ટ્રાક્ટર ખુશી એન્ટરપ્રાઇઝનું ભાવપત્રક અંદાજિત રૂ.15.19 લાખ સામે 22 ટકા વધુ એટલે કે રૂ.18.54 લાખનું આવ્યું છે. આ રકમમાં જીએસટી અલગથી ચૂકવવાનો રહેશે. આ દરખાસ્ત સ્થાયી સમિતિની મંજૂરી માટે મૂકવામાં આવી છે.
મહત્વનું છે કે બંને કામો માટે કોર્પોરેશન દ્વારા ઈ-ટેન્ડરિંગ પદ્ધતિથી ભાવપત્રકો મંગાવવામાં આવ્યા હતા. જેમાં નવલખી અને હરણી કૃત્રિમ તળાવ માટે ખુશી અને ભારતી કન્સ્ટ્રક્શન તથા દક્ષિણ ઝોન કૃત્રિમ તળાવ માટે ભારતી અને ખુશી સહિત ત્રણ ઈજારદારોએ રસ દાખવ્યો હતો. અંતે ભારતી કન્સ્ટ્રક્શન તથા ખુશી એન્ટરપ્રાઇઝને કામો અપાયા હતા.
કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજ કરતાં 22 ટકા વધુ ભાવે બંને કામ કરાવવાની દરખાસ્ત સામે હવે સવાલો ઊભા થયા છે.




