Baroda

માથાભારે યુવકોએ નિવૃત્ત આર.પી.એફ. જવાન પર હુમલો કર્યો

By GS Team
28 Jun 20262 mins read
TukuTouch Logo
દંતેશ્વરમાં નિવૃત્ત RPF જવાન સૂરજપ્રતાપ સિંહ પર જીવલેણ હુમલો થયો. ગાળાગાળી કરતા યુવકોને સમજાવવા જતાં તેમને ચપ્પુ, પાઈપ અને પથ્થરોથી માર મારી ગંભીર ઇજા પહોંચાડી. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. આ મામલે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના 27મી તારીખે રાત્રે બની હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

માથાભારે યુવકોએ નિવૃત્ત આર.પી.એફ. જવાન પર હુમલો કર્યો

દંતેશ્વરમાં ગાળો બોલી બૂમબરાડા કરતા યુવકોને સમજાવવા જતા નિવૃત્ત આર.પી.એફ. જવાન પર ચપ્પુ, પાઇપ અને પથ્થરો મારી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મકરપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દંતેશ્વર જનપથનગરમાં રહેતા સૂરજપ્રતાપ સુરેન્દ્રપ્રતાપ સિંહ આર.પી.એફ. માંથી નિવૃત્ત થઇ હાલમાં એક ખાનગી કંપનીમાં એચ.આર.નું કામ કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨૭ મી તારીખે રાત્રે ૯ વાગ્યે હું તથા મારા માતા,પિતા જમીને બેઠા હતા. અમારી બાજુમાં પાંચ દુકાનની અગાસી છે. જે અમારા મકાનથી એક માળ નીચે છે. તેના ઉપરના માળે કેટલાક યુવકો દારૃ પીધેલા હોય તેવું લાગતું હતું. તેઓ મોટા અવાજથી બૂમો પાડી ગાળો બોલતા હતા. તેઓને સમજાવવાની કોશિશ કરતા તેઓએ મને ગાળો બોલી કહ્યું કે, તું નીચે ઉતર, તને બહુ ચરબી છ, તું દરવખતે પોલીસને બોલાવે છે, આજે તને પતાવી જ દઇશ. અમે તેઓને સમજાવવા નીચે ગયા હતા. તઓએ ઝઘડો કરતા મારા પિતા પણ તેઓને સમજાવવા આવ્યા હતા. જેથી,તેઓ ગુસ્સે થઇને જતા રહ્યા હતા.પાંચ મિનિટ પછી હુમલાખોરો હથિયારો સાથે આવ્યા હતા. આજે તને મારી નાખવો છે, તેવું કહીને મારા તરફ દોડયા હતા.એક આરોપીએ મને લાત મારી બાકડા પર પાડી દીધો હતો.બીજાએ લોખંડની પાઇપ મારા માથામાં મારી દીધી હતી. અન્ય એક આરોપીએ ચપ્પુ વડે હુમલો કરી ખભા અને હોઠ પર ઇજા પહોંચાડી હતી તેમજ અન્ય આરોપીઓ લાકડી તેમજ પથ્થર વડે માર માર્યો હતો.