Baroda

UPI પેમેન્ટ ફેઇલ થતાં 5500ના રિફંડ લેવાનો પ્રોસેસ કરનાર રેલવેના નિવૃત્ત એન્જિનિયરે 81360 ગુમાવ્યા

By GS Team
2 Oct 20261 min read
TukuTouch Logo
ગોરવાના નિવૃત્ત રેલવે એન્જિનિયર સમદનૂર નુરલહસન ખાન સાથે ઓનલાઇન ઠગાઈ થઈ છે. 23 સપ્ટેમ્બરે UPI પેમેન્ટ કરતાં ₹5500 કપાયા હતા. કસ્ટમર કેરમાં ફરિયાદ કરવા જતાં, ગઠિયાઓએ યુપીઆઇ એપ ખોલાવી પ્રોસેસ કરાવી. શંકા જતાં ફોન કાપી નાખ્યો, પણ ફરી ફોન કરીને રિફંડના નામે ₹81,360 ટ્રાન્સફર કરી લીધા. ગોરવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

UPI પેમેન્ટ ફેઇલ થતાં 5500ના રિફંડ લેવાનો પ્રોસેસ કરનાર રેલવેના નિવૃત્ત એન્જિનિયરે 81360 ગુમાવ્યા

ગોરવાના નિવૃત્ત રેલવે એન્જિનયર સાથે ઓનલાઇન ઠગાઇનો કિસ્સો બનતાં તેમણે રૃ.૮૧,૩૬૦ હજાર ગુમાવ્યા છે.
ગોરવાના પાર્ક હેવન ખાતે રહેતા સમદનૂર નુરલહસન ખાને પોલીસને કહ્યું છે કે ગઇ તા.૨૩મી સપ્ટેમ્બરે એક યુપીઆઇ પેમેન્ટ કરતાં ટ્રાન્જેક્શન ફેઇલ બતાવતા હતા અને મારા ખાતામાંથી રૃ.૫૫૦૦ કપાઇ ગયા હતા.
આ અંગે છાણીની એસબીઆઇ બ્રાન્ચમાં જાણ કરતાં ત્યાંથી યુપીઆઇમાં કમ્પ્લેઇન કરવા કહેવાયું હતું.જેથી ગૂગલ પર સર્ચ કરી કસ્ટમર કેરનો નંબર લેતાં મારી પાસે યુપીઆઇ એપ ખોલાવીને પ્રોસિજર કરાવ્યો હતો.મને શંકા જતાં ફોન કટ કરી દીધો હતો.ત્યારબાદ બીજા નંબર પરથી ફોન આવ્યો હતો અને તમારી રિફંડની પ્રોસેસ ચાલુ છે,ફોન કેમ કટ કરી દીધો તેમ કહી ફરી પ્રોસેસ કરાવી હતી.આ સાથે જ મારા ખાતામાંથી રૃ.૮૧૩૬૦ ટ્રાન્સફર થઇ ગયા હતા.જેથી ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે.