Baroda
ફતેપુરા ચાર રસ્તા પાસે ત્રણ માળના મકાનમાં આગ લાગતા ફસાયેલી યુવતીનું રેસ્કયૂ
By GS Team
28 Oct 20261 min read
વડોદરાના ફતેપુરામાં આજે સવારે એક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ત્રણ માળના મકાનના બીજા માળે લાગેલી આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. પરિવારના સભ્યો બહાર નીકળી ગયા, પરંતુ એક યુવતી બાથરૂમમાં ફસાઈ ગઈ હતી. દાંડિયા બજાર ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી યુવતીને સુરક્ષિત બહાર કાઢી હતી. પોલીસે ભીડને નિયંત્રિત કરી હતી.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fire Brigade : વડોદરાના ફતેપુરા વિસ્તારમાં આજે સવારે એક મકાનમાં આગ લાગતા બાથરૂમમાં ફસાયેલી યુવતીને બચાવી લેવામાં આવી હતી.
ફતેપુરા વિસ્તારના ત્રણ માળના મકાનમાં બીજા માળે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આંખમાં ઘરવખરી લપેટાઈ ગઈ હતી જ્યારે પરિવારજનો બહાર નીકળી ગયા હતા.
આ વખતે યુવતી બાથરૂમમાં હોવાને કારણે ફસાઈ ગઈ હતી. દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂમા લેવાની સાથે સાથે યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બનાવોને પગલે ટોળા જામતા વાહન વ્યવહાર ઉપર અસર પડી હતી, જેથી પોલીસે સ્થિતિ સંભાળી હતી.