Baroda

વડોદરામાં રૂ.10 કરોડનું રિયલ એસ્ટેટ કૌભાંડ: ભાજપના પૂર્વ હોદ્દેદાર સુરેશ પાનસૂરિયા સહિત 5 સામે ગુનો દાખલ

By GS Team
3 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરામાં રિયલ એસ્ટેટ કૌભાંડમાં ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ પાનસૂરિયા, તેમના પુત્ર અને ત્રણ ભાઈઓ સામે વધુ 2 ફરિયાદ નોંધાઈ છે. ગોધરાની એક મહિલાએ હરણી-સમા લિંક રોડ પર SP ઈન્ફ્રાની સ્કીમમાં રૂ. 6.66 કરોડ ગુમાવ્યા છે. જ્યારે લુણાવાડાના એક વ્યક્તિએ રૂ. 3.32 કરોડ ગુમાવ્યા છે. હરણી પોલીસે ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં રૂ.10 કરોડનું રિયલ એસ્ટેટ કૌભાંડ: ભાજપના પૂર્વ હોદ્દેદાર સુરેશ પાનસૂરિયા સહિત 5 સામે ગુનો દાખલ

Real Estate Scam in Vadodara : વડોદરામાં હરણી-સમા લિન્ક રોડ તેમજ અન્ય વિસ્તારોમાં એસપી ઈન્ફ્રાના નામે મકાનોની સ્કીમો મૂકી ફુલેકું ફેરવનાર અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ પાનસૂરિયા, તેના પુત્ર અને ત્રણ ભાઈઓ સામે વધુ 2 ફરિયાદ નોંધાઈ છે.

ગોધરાની મહિલાએ રૂ.6.66 કરોડ ગૂમાવ્યા

ગોધરાના રતનપુર ખાતે રહેતાં જ્યોતિકા પટેલે પોલીસને કહ્યું કે, વર્ષ-2021માં હરણી-સમા લિંક રોડ પર સ્કીમોમાં એસપી ઈન્ફ્રાના ભાગીદારો સુરેશ પાનસૂરિયા તેમજ અન્યની સ્કીમમાં દુકાન, ફ્લેટ્સ અને મલ્ટિપ્લેક્સ સ્ક્રીનમાં રોકાણ કર્યું હતું. પરંતુ આરોપીઓએ તેમની જાણ બહાર ખોટી સહી કરી અને બનાવટી દસ્તાવેજો બનાવીને બૂક કરાવેલી પ્રોપર્ટી ત્રાહિત વ્યક્તિને વેચી દીધી હતી. મહિલાએ કહ્યું કે, મારે કુલ રૂ.6.66 કરોડ લેવાના થાય છે. પરંતુ તેમણે આ જ સુધી રૂપિયા આપ્યા નથી કે પ્રોપર્ટી પણ આપી નથી અને બાનાખત પણ એકતરફી રદ કરાવી દીધા છે.

લુણાવાડાના વ્યક્તિએ રૂ.3.32 કરોડ ગૂમાવ્યા

આવી જ રીતે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ચંદુપુર ગામે રહેતા ચંદ્રકાંત પટેલે પોલીસને કહ્યું કે, સુરેશ પાનસૂરિયા, તેના પુત્ર અને ભાઈઓની પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હતું. પરંતુ મને મારા રૂ.3.32 કરોડ પરત મળ્યા નથી કે પ્રોપર્ટી પણ મળી નથી. હરણી પોલીસે ઉપરોક્ત બંને ફરિયાદને આધારે અલગ અલગ ગુના દાખલ કર્યા છે.

એસપી ઈન્ફ્રાના ક્યા ક્યા ભાગીદારો સામે ગુનો નોંધાયો

  • સુરેશ પાનસૂરિયા
  • મનીષ પાનસૂરિયા
  • પ્રવીણ પાનસૂરિયા
  • કિશોર પાનસૂરિયા
  • રવિ પાનસૂરિયા