Baroda

મહિલાના જુગારધામ પર દરોડો ૭ મહિલાઓ તેમજ ૨ પુરુષો સહિત ૯ જુગાર રમતા ઝડપાયા

By GS Team
2 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરાના હરણી વિસ્તારમાં સ્વાદ ક્વાર્ટર્સમાં મહિલા દ્વારા ચાલતા જુગારધામ પર પોલીસે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. LCB સ્ટાફે કુલ 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં 7 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે. પોલીસે રોકડ, 8 મોબાઈલ ફોન સહિત કુલ 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી શહેરમાં ખળભળાટ મચી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહિલાના જુગારધામ પર દરોડો ૭ મહિલાઓ તેમજ ૨ પુરુષો સહિત ૯ જુગાર રમતા ઝડપાયા

શહેરના હરણી વિસ્તારમાં સ્વાદ ક્વાટર્સમાં મહિલા દ્વારા ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી સાત મહિલાઓ અને બે પુરુષોને ઝડપી પાડયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ સ્વાદ ક્વાર્ટર્સમાં રહેતી વિણા ઉર્ફે મીના હિતેશ પંચાલ પોતાના ઘરમાં જુગારધામ ચલાવે છે તેવી માહિતીના આધારે ઝોન-૪ના એલસીબી સ્ટાફે ગઇરાત્રે દરોડો પાડીને મહિલાઓ તેમજ પુરુષો સહિત કુલ ૯ને ઝડપી પાડી રોકડ, ૮ મોબાઇલ સહિત કુલ રૃા.૧.૨૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઝડપાયેલી મહિલાઓમાં વિણા ઉર્ફે મીના ઉપરાંત હિના પ્રકાશ કિશોરાણી, ભગવતી હસમુખભાઇ પરમાર, મોના કિશન ગોસ્વામી, દિપીકા વિપુલભાઇ પરમાર, સોનલ મનોજભાઇ શર્મા અને મનિષા અનિલભાઇ નાનકાણી તેમજ પુરુષોમાં અજય ચંદુભાઇ પરમાર અને બલદેવ ગોવિદભાઇ જાદવનો સમાવેશ થાય છે.