Baroda

વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટી પાસે સાળા બનેવીના દારૃના અડ્ડા પર રેડ ઃ ૧૧.૧૧ લાખનો દારૃ કબજે

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરાના વાઘોડિયા રોડ પર PCB ટીમે આશાપુરી નગરમાં દરોડો પાડી ૧૧.૧૧ લાખથી વધુનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપ્યો છે. પોલીસે સ્થળ પરથી અજય વસાવા નામના એક આરોપીને પકડ્યો છે, જ્યારે મુખ્ય બુટલેગર ભાવેશ ચૌહાણ ફરાર થયો છે. જર્જરિત મકાન અને નજીકના બંધ મકાનમાંથી કુલ 2,330 બોટલ દારૂ મળ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટી પાસે  સાળા બનેવીના દારૃના અડ્ડા પર રેડ ઃ  ૧૧.૧૧ લાખનો  દારૃ કબજે

પીસીબી ની ટીમે વાઘોડિયા રોડ પર આવેલા આશાપુરી નગરમાં દરોડો પાડીને ૧૧.૧૧ લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૃ અને બીયરનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય બુટલેગર નાસી છૂટયો હતો.
મળતી વિગતો મુજબ, પીસીબી સ્ટાફના માણસો વાઘોડિયા રોડ પર પેટ્રોલિંગમાં હતા ત્યારે માહિતી મળી હતી કે, વાઘોડિયારોડ વૈકુઠ સોસાયટી આશાપુરી મંદિર પાછળ આવેલા એક જર્જરીત મકાનમાં દારૃનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. જેના આધારે પોલીસદરોડો પાડતાં સ્થળ પરથી અજય મહેશભાઈ વસાવા (રહે. આશાપુરી, વૈકુંઠ - ૧ ની બાજુમાં, વાઘોડિયા રોડ) ઝડપાઇ ગયો હતો. પોલીસે મકાનમાં તપાસ કરતા અલગ - અલગ બ્રાંડની વિદેશી દારૃની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, આ દારૃનો જથ્થો મારા ફોઇની દીકરીના પતિ ( બનેવી) ભાવેશ જશવંતસિંહ ચૌહાણે મંગાવ્યો હતો અને અહીંયા સંતાડી રાખ્યો હતો. પોલીસે નજીકમાં આવેલા ભાવેશના બંધ મકાનના ધાબા પર તપાસ કરતા ત્યાંથી પણ વિદેશી દારૃનો વધુ જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દારૃ અને બીયર મળીને કુલ ૨,૩૩૦ બોટલ કિંમત રૃ. ૧૧,૧૧,૦૫૦ અને મોબાઇલ ફોન મળીને કુલ રૃ. ૧૧,૧૬,૦૫૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સામેલ બૂટલેગર ભાવેશ ચૌહાણ અગાઉ વાઘોડિયા રોડ પરથી પકડાયેલા વિદેશી દારૃ અને લાલ ડાયરીવાળા કેસમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.