Baroda

વડોદરાના સોનારકુઈમાં તંત્રની કામગીરી સામે સવાલ : જાગૃત નાગરિકે જાતે માર્ગ પરના ખાડા પૂર્યા

By GS Team
22 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં રસ્તા પરના ખાડાથી પરેશાન નાગરિકે અનોખી પહેલ કરી છે. સોનારકુઈ પાસેના માર્ગ પર મોટા ખાડા પડતા, વાહનચાલકોની મુશ્કેલી અને અકસ્માતનો ભય વધ્યો હતો. આથી, એક જાગૃત યુવકે તંત્રની રાહ જોયા વિના જાતે જ ખાડા પૂરવાનું શરૂ કર્યું. આ વીડિયો વાયરલ થતાં કરોડોના ખર્ચ છતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના સોનારકુઈમાં તંત્રની કામગીરી સામે સવાલ : જાગૃત નાગરિકે જાતે માર્ગ પરના ખાડા પૂર્યા

Vadodara Corporation : વડોદરા શહેર-જિલ્લામાં ઠેર-ઠેર માર્ગો પર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. તંત્ર દ્વારા રસ્તાઓના પેચવર્ક પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો હોવા છતાં અનેક માર્ગો પર ખાડાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. વરસાદ હોય કે ન હોય, શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં રસ્તા પર ખાડા જોવા મળી રહ્યા છે.
સોનારકુઈ ખાતે પણ માર્ગ પર મોટા ખાડા પડી જતા વાહનચાલકો માટે અકસ્માતનો ભય ઊભો થયો હતો. આ પરિસ્થિતિને જોતા એક જાગૃત નાગરિકે તંત્રની રાહ જોવાને બદલે જાતે જ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી. યુવકે માર્ગ પર પડેલા ખાડા પૂર્યા હતા, જેથી વાહનચાલકોને અકસ્માતના જોખમમાંથી રાહત મળી શકે.
જાગૃત નાગરિક દ્વારા જાતે ખાડા પૂરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોને પગલે તંત્ર દ્વારા રસ્તાના ખાડા પૂરવા માટે કરવામાં આવતી કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચ છતાં જો નાગરિકોએ જ રસ્તાના ખાડા પૂરવાની ફરજ પડે તો તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠવા સ્વાભાવિક છે.
સ્થાનિક લોકોમાં પણ માર્ગોની કથળેલી સ્થિતિને લઈને નારાજગી જોવા મળી રહી છે. ખાડાઓને કારણે ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોને અકસ્માતનો ભય રહે છે.