Baroda

કચરો ફેંકનાર સામે દંડાત્મક કાર્યવાહી ધીમી પડી : વડોદરામાં સ્વચ્છતાના દાવા વચ્ચે વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર કચરાના ઢગલા

By GS Team
28 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં સ્વચ્છતાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. દાંડિયા બજાર, કારેલીબાગ, ભૂતડી ઝાંપા, ગાજરાવાડી અને નવાયાર્ડ સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગો પર કચરાના ઢગલા ખડકાયા છે. લોકો ખુલ્લામાં કચરો ફેંકી રહ્યા છે અને કોર્પોરેશન સમયસર સફાઈ કરતું ન હોવાથી ગંદકી ફેલાઈ રહી છે. આથી સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. બેદરકાર લોકો સામે દંડાત્મક કાર્યવાહી પણ ધીમી પડી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કચરો ફેંકનાર સામે દંડાત્મક કાર્યવાહી ધીમી પડી : વડોદરામાં સ્વચ્છતાના દાવા વચ્ચે વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર કચરાના ઢગલા

Vadodara Corporation : વડોદરા શહેરને સ્વચ્છ રાખવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં જાહેર માર્ગો પર ખડકાતા કચરાના ઢગલા આ દાવાઓ સામે સવાલો ઊભા કરી રહ્યા છે. દાંડિયા બજાર, કારેલીબાગ, ભૂતડી ઝાંપા, ગાજરાવાડી, ગધેડા માર્કેટ ચાર રસ્તા અને નવાયાર્ડ સહિતના વિસ્તારોમાં ખુલ્લાં કચરા કેન્દ્રો ગંદકીનું કારણ બની રહ્યાં છે. કેટલાક બેદરકાર લોકો જાહેર માર્ગ પર જ કચરો ફેંકી જતા હોવા છતાં સમયસર સફાઈ થતી ન હોવાથી સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
શહેરના દાંડિયા બજાર ખાતે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી, કારેલીબાગમાં જૂનું એસઓજી પોલીસ સ્ટેશન, ભૂતડી ઝાંપા પોલીસ લાઇન, ગાજરાવાડી-વાઘોડિયા લિંક રોડ, ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે અને નવાયાર્ડ સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગની આસપાસ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવાને બદલે ખુલ્લામાં ફેંકી જતા હોવાથી ગંદકીમાં વધારો થાય છે.
બીજી તરફ, મ્યુનિસિપલ કોર્પોરેશનની સફાઈ ટીમો દ્વારા સમયસર કચરો દૂર કરવામાં આવતો ન હોવાની ફરિયાદો પણ ઊઠી રહી છે. કેટલાક સ્થળોએ કચરાના ઢગલા બે-ત્રણ દિવસ સુધી પડ્યા રહેતા હોવાથી આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે. જાહેર માર્ગો પર કચરો એકઠો થવાથી રાહદારીઓ અને વાહનચાલકોને પણ અસુવિધા થાય છે. સ્વચ્છતા જાળવવાની જવાબદારી માત્ર તંત્રની જ નહીં, પરંતુ નાગરિકોની પણ હોવા છતાં કેટલાક લોકોની બેદરકારી સમસ્યાને વધુ ગંભીર બનાવી રહી છે.
જાહેર સ્થળોએ કચરો ફેંકતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તો આવી બેદરકારી પર અંકુશ લાવી શકાય, પરંતુ કચરો ફેંકનાર સામે દંડની કાર્યવાહી પણ ધીમી પડી ગઈ હોવાની ફરિયાદો છે.