Baroda

દારૃના ધંધાથી વસાવેલી રતનપુરના બૂટલેગર પરિવારની ૭૫.૦૩ કરોડની મિલકતો ટાંચમાં લેવાશે

By GS Team
17 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના ડભોઇ રોડ પર રતનપુર ગામના જયસ્વાલ પરિવાર સામે 9 મહિના પહેલા દાખલ થયેલા ગુજસીટોકના ગુનામાં પોલીસે 75.03 કરોડની મિલકતો શોધી કાઢી છે. ખોટા દસ્તાવેજો, દારૂ વેચાણ જેવા 33 ગુનાઓમાં સંડોવાયેલા આ પરિવારે ગેરકાયદેસર રીતે આ સંપત્તિઓ વસાવી હતી. પોલીસે આ મિલકતો ટાંચમાં લેવા ગાંધીનગરના ગૃહ વિભાગને દરખાસ્ત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દારૃના ધંધાથી વસાવેલી  રતનપુરના બૂટલેગર  પરિવારની ૭૫.૦૩ કરોડની મિલકતો ટાંચમાં લેવાશે

વડોદરા ડભોઇ રોડ પર આવેલા રતનપુર ગામના જયસ્વાલ પરિવારના સભ્યો સામે ૯ મહિના પહેલા દાખલ થયેલા ગુજસીટોકના ગુનામાં ૭૫ કરોડની મિલકતો પોલીસે શોધી કાઢી છે. આ તમામ મિલકતો ટાંચમાં લેવા માટે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખોટા દસ્તાવેજો બનાવવા,દારૃનું વેચાણ,સરકારી કર્મચારી પર હુમલો જેવા સંખ્યાબંધ ગુનામાં સામેલ રતનપુરના જયસ્વાલ પરિવાર સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગેંગ સામે કુલ ૩૩ ગુનાઓ દાખલ થયા છે. ગુનો દાખલ થયા પછી પોલીસે ધરપકડ કરી હતી. કાયદાની જોગવાઇ મુજબ, પોલીસે આરોપીઓની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી શરૃ કરી હતી.જેમાં કેલનપુર ગામમાં આવેલા પેટ્રોલ પંપવાળી જમીન, એક મકાન, પ્લોટ, તથા રતનપુરની નજીક આવેલા અભરમપુર, અલ્હાદપુરા ગામની જમીનો, રતનપુર ચોકડી પાસે આવેલો પ્લોટ, બેન્કમાં જમા ૧.૧૭૪ કિલો ગોલ્ડનો સમાવેશ થાય છે. કુલ ૭૫.૦૩ કરોડની મિલકતો આરોપીઓએ ગેરકાયદે વિદેશી દારૃના વેચાણથી વસાવી હોવાનું તપાસ દરમિયાન જણાઇ આવ્યું હતું. આ તમામ મિલકતો ટાંચમાં લેવા મંજૂરી મેળવવા પોલીસે અધિક મુખ્ય સચિવ,ગૃહ વિભાગ, ગાંધીનગરને દરખાસ્ત કરવામાં આવી છે.