Baroda

વડોદરામાં રણજી ટ્રોફીનો ઈતિહાસ રચાયો: પ્રિયાંશુ મોલિયાએ અણનમ 321 રનની ઇનિંગ્સ રમી ગુલ મોહમ્મદ-દીપક હુડ્ડાનો રેકોર્ડ તોડ્યો!

By GS Team
28 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં રણજી ટ્રોફી મેચમાં બરોડાના યુવા બેટ્સમેન પ્રિયાંશુ મોલિયાએ ઈતિહાસ રચ્યો છે. જમ્મુ-કાશ્મીર સામેની મેચમાં તેણે 321 રનની અણનમ ઇનિંગ્સ રમી નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા ગુલ મોહમ્મદનો 319 રન અને દીપક હુડ્ડાનો 293 રનનો રેકોર્ડ તોડ્યો છે. 492 બોલમાં 36 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકારી, મહેશ પિઠિયાના 102 રન સાથે બરોડાએ 616 રન બનાવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં રણજી ટ્રોફીનો ઈતિહાસ રચાયો: પ્રિયાંશુ મોલિયાએ અણનમ 321 રનની ઇનિંગ્સ રમી ગુલ મોહમ્મદ-દીપક હુડ્ડાનો રેકોર્ડ તોડ્યો!

વડોદરા : વડોદરામાં રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચમાં બરોડાના યુવા બેટ્સમેન પ્રિયાંશુ મોલિયાએ કમાલ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીર સામેની મેચમાં પ્રિયાંશુએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતા અણનમ 321 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ અગાઉ બરોડા તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોરનો આ રેકોર્ડ ગુલ મોહમ્મદના નામે 319 રન અને દીપક હુડ્ડાના નામે અણનમ 293 રનનો હતો, જેને પ્રિયાંશુએ પાછળ છોડી દીધા છે.

સંયમ અને એકાગ્રતાથી રમી ફટકારી ત્રેવડી સદી:

મુશ્કેલ પરિસ્થિતિમાં ક્રિઝ પર પગ જમાવીને રમેલા પ્રિયાંશુએ કુલ 492 બોલનો સામનો કર્યો હતો. પોતાની આ રેકોર્ડબ્રેક ઇનિંગ્સ દરમિયાન તેણે 36 શાનદાર ચોગ્ગા અને 1 ગગનચુંબી છગ્ગો ફટકાર્યો હતો. પ્રથમ દિવસની રમતના અંતે 113 રને અણનમ રહેલા પ્રિયાંશુએ બીજા દિવસે પણ પોતાની બેટિંગમાં અદભુત એકાગ્રતા જાળવી રાખી હતી. આ મેચમાં મહેશ પિઠિયાએ પણ સાથ આપતા 102 રનની શાનદાર સદી ફટકારી હતી, જેના જોરે બરોડાની ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચીને કુલ 616 રનનો વિશાળ સ્કોર બનાવવામાં સફળ રહી હતી.

ક્રિકેટ જગતમાંથી અભિનંદનની વર્ષા:

પ્રિયાંશુ મોલિયાની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીને તેને ફોન કરીને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. અગાઉ અંડર-14 ક્રિકેટમાં પણ અણનમ 556 રનની વિશાળ ઇનિંગ રમી ચૂકેલા પ્રિયાંશુની આ સિદ્ધિથી બરોડા ક્રિકેટનું ગૌરવ વધ્યું છે અને તે આજના યુવા ખેલાડીઓ માટે એક મોટી પ્રેરણા બની રહ્યા છે.