વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૮ સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૮ સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન રેલવેના કેટલાક મહત્ત્વના પ્રોજેક્ટના લોકાર્પણની શક્યતા છે.
ખાસ કરીને ગુજરાત - મધ્યપ્રદેશને જોડતી છોટાઉદેપુર-નવી રેલ યોજનાના લોકાર્પણની શક્યતાને લઈને તંત્રએ તૈયારીઓ શરૃ કરી છે.વડાપ્રધાનના હસ્તે લોકર્પણ અથવા અન્ય કાર્યક્રમો માટે વડોદરા-રતલામ રેલવે પ્રોજેક્ટ, વડોદરા-વિશ્વામિત્રી ડબલ લાઇન અને મિયાગામ-કરજણ ગેજ કન્વર્ઝન સહિતના વિવિધ પ્રોજેક્ટોની દરખાસ્તો પીએમઓને મોકલાઈ છે.
આ ઉપરાંત પીડબ્લ્યુડી, હેલ્થ, ઇન્ડસ્ટ્રીઝ અને એજ્યુકેશન સહિતના વિવિધ વિભાગોના પ્રોજેક્ટોની દરખાસ્તો પણ મોકલવામાં આવી છે. તા. ૬ સપ્ટેમ્બરે રેલવે બોર્ડના ચેરમેન વડોદરાની મુલાકાતે આવે તેવી શક્યતા છે.
વડાપ્રધાનનો કાર્યક્રમ મકરપુરા એરફોર્સ ગ્રાઉન્ડ અથવા એમ.એસ. યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડમાંથી કોઈ એક સ્થળે યોજવામાં આવે તેવી શક્યતા છે. કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ વડોદરાની મુલાકાતે આવશે.




