Baroda

અક્ષર ચોકથી સનફાર્મા રોડ પર દબાણો દૂર કરી ત્રણ ટ્રક ભરી સામાન જમા લેવાયો

By GS Team
10 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાએ શુક્રવારે રાત્રે વોર્ડ નંબર 11માં અક્ષર ચોકથી સનફાર્મા રોડ અને બંગડી સર્કલથી મહારાજા ચોકડી સુધી દબાણ હટાવ્યા. ત્રણ ટ્રક ભરીને શેડ, લારી-ગલ્લા, કેબિનો જપ્ત કરાયા. પાંચ કાચા શેડ દૂર કરી રૂ. 12,500 દંડ વસૂલ્યો. જોકે, શહેરના અનેક વિસ્તારોમાં ભંગાર ગાડીઓના દબાણોનો પ્રશ્ન યથાવત્ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અક્ષર ચોકથી સનફાર્મા રોડ પર દબાણો દૂર કરી ત્રણ ટ્રક ભરી સામાન જમા લેવાયો

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા શુક્રવારે રાત્રે વોર્ડ નંબર 11માં અક્ષર ચોકથી સનફાર્મા રોડ પર બંગડી સર્કલથી મહારાજા ચોકડી સુધી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન શેડ, લારી-ગલ્લા, કેબિનો અને પરચૂરણ સામાન સહિત ત્રણ ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે જ પાંચ કાચા શેડનાં દબાણો દૂર કરી રૂ.12,500નો દંડ વસૂલવામાં આવ્યો છે.
એક તરફ મુખ્ય માર્ગ પર દબાણો દૂર કરવાની કામગીરી થઈ રહી છે, ત્યારે બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા પર પડેલી ભંગાર ગાડીઓના દબાણોનો પ્રશ્ન યથાવત્ છે. અનેક વિસ્તારોમાં રસ્તા પર ભંગાર ગાડીઓના દબાણોને કારણે લોકોને અવરજવરમાં હાલાકી ભોગવવી પડી રહી છે.