Baroda

અલકાપુરીમાં કાન્હા કેપિટલ ખાતે 80 મીટરના ઓટલાનું દબાણ દૂર કરાયું

By GS Team
7 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાએ આજે શહેરના વિવિધ વિસ્તારોમાંથી જાહેર માર્ગો પરના દબાણો હટાવ્યા. વોર્ડ નં.8માં કાન્હા કેપિટલ, અલકાપુરી ખાતે 80 મીટરનો ગેરકાયદે રેમ્પ તોડ્યો. લારી-ગલ્લા, 6-7 કાચા શેડ અને ત્રણ ટ્રક ભરાય તેટલો સામાન જપ્ત કર્યો. પૂર્વ-દક્ષિણ ઝોનમાં પણ દબાણો દૂર કરાયા, બે ટ્રક સામાન જપ્ત થયો. તિરંગા યાત્રાનો રૂટ અવરોધમુક્ત કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અલકાપુરીમાં કાન્હા કેપિટલ ખાતે 80 મીટરના ઓટલાનું દબાણ દૂર કરાયું

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમો દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાંથી જાહેર માર્ગ પર નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
વોર્ડ નં.8 વિસ્તારમાં કાન્હા કેપિટલ, અલકાપુરી વિસ્તારમાં રોડ લાઇનમાં આશરે 80 મીટર જેટલો ગેરકાયદે બનાવવામાં આવેલો રેમ્પ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અવરોધરૂપ બનતા લારી-ગલ્લાના દબાણો, 6થી 7 કાચા શેડ તેમજ ત્રણ ટ્રક ભરાય તેટલો સામાન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
આ કામગીરી દરમિયાન સંબંધિત વોર્ડ કચેરી, ટાઉન ડેવલપમેન્ટ વિભાગ (ટીડીઓ), દબાણ શાખા સહિતનો સ્ટાફ સ્થળ પર હાજર રહી સંયુક્ત રીતે કાર્યવાહી કરી રહ્યો છે.
આ ઉપરાંત પૂર્વ અને દક્ષિણ ઝોનના વિવિધ વિસ્તારોમાં પણ રસ્તા પર નડતરરૂપ લારી-ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન બે ટ્રક ભરાય તેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં નવલખીથી ગાંધીનગર ગૃહ સુધી નીકળનારી તિરંગા યાત્રાના રૂટને અવરોધમુક્ત બનાવવા માટે દબાણ અંગેની કામગીરી હાથ ધરાશે.