વડોદરામાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઃSDRFની બે ટૂકડી ફાળવી,22 બોટનું ટેસ્ટિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.જેના ભાગરૃપે ફાયર બ્રિગેડ દ્વારા બોટોનું ટેસ્ટિંગ કરાતાં સૂરસાગર તળાવ ફરતે કુતૂહલવશ ટોળાં જામ્યાં હતા.
વડોદરામાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઇ જતા હોવાના અને વિશ્વામિત્રીના પાણી શહેરમાં ફરી વળતા હોવાના દરવર્ષે બનાવો બનતા હોય છે.જેથી ફાયર બ્રિગેડ તેમજ પોલીસની કામગીરીમાં વધારો થતો હોય છે.
મધ્ય ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે ત્યારે વડોદરામાં પણ પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા પગલાં લેવામાં આવ્યા છે.જે સંદર્ભે ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ ૨૨ બોટનું ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું છે.જ્યારે,૨૮૦ જવાનો સ્વિમિંગ પુલોમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે.
ડે ચીફ ફાયર ઓફિસરે કહ્યું હતું કે, ફાયર બ્રિગેડના તમામ સાધનોની પણ ચકાસણી કરવામાં આવી છે.જ્યારે રાજ્ય સરકારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની બે ટૂકડી વડોદરાને ફાળવતાં આ ટીમોનું આગમન થયું છે.









