ગણેશજીની આગમન યાત્રામાં મોડીરાત સુધી ડી.જે. વગાડનાર સામે પોલીસની લાલ આંખ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગણેશજીની આગમન યાત્રા દરમિયાન મોડીરાત સુધી ડી. જે. વગાડનાર સામે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે ૨૪ કલાક દરમિયાન ડી.જે. ના પાંચ સંચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
દીવાળીપુરા નજીક મોડીરાત્રે મોટા અવાજે ડી.જે. વગાડતા ડી. જે. ના માલિક ગૌતમ લખમણભાઇ પગી (રહે.વી.બી.નગર, ગોત્રી રોડ) સામે ગોત્રી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
મોડીરાત્રે અઢી વાગ્યે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે મોટે અવાજે ડી. જે. વાગતું હોઇ નવાપુરા પોલીસે ડી.જે. ના માલિક હિરેન ધીરજભાઇ ખારવા (રહે.નવાપુરા, નાની ખારવાવાડ) સામે ગુનો દાખલ કર્યો છે.
પાણીગેટ કા રાજા ગણપતિ મૂર્તિની આગમન યાત્રામાં મોડીરાત સુધી ડી.જે. વાગતા પાણીગેટ પોલીસે વેદ સાઉન્ડ ડી.જે. ના સંચાલક સામે ગુનો દાખલ કર્યો છે. જ્યારે અન્ય એક કિસ્સામાં વેરાઇ માતા યુવક મંડળના ગણેશજીની આગમન યાત્રામાં મોડીરાત સુધી ડી.જે. વાગતું હોઇ પોલીસે કાર્તિક બુલેટ ડી.જે.ના સંચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.
મકરપુરા ગુરૃદ્વારા સર્કલ પાસે મોડીરાતે મંગલદીપ યુવક મંડળના ગણેશજીનીઆગમન યાત્રામાં ડી . જે. વાગતું હોઇ મકરપુરા પોલીસે આયોજક હરેન્દ્રસિંહ મંગલસિંહ રાઠોડ (રહે. મંગલદીપ સોસાયટી) , ડી.જે.વગાડનાર જૈમિન દિનેશભાઇ રાજપૂત (રહે.શરદનગર, તરસાલી) તથા ડી.જે.ના માલિક યોગેશસિંહ કેસરીસિંહ પરમાર (રહે. સોમનાથ નગર, તરસાલી) ની સામે ગુનો દાખલ કર્યો છે.




