૧૦ કરોડની ખંડણીના કેસમાં પોલીસને શંકા વેપારી પર ફાયરિંગ કરવા ગોદારા ગેંગ દ્વારા માણસો રોકાયા છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના કેમિકલના વેપારીને ૧૦ કરોડની ખંડણી માટે રોહિત ગોદારા ગેંગના નામે ધમકી આપવાના કેસમાં ખંડણીની ૧૦લાખની ટોકન રકમ લેતાં દિલ્હીમાં પકડાઇ ગયેલા આરોપીની અલગ - અલગ મુદ્દા પર તપાસ ચાલી રહી છે. આ ખંડણીની ટીપ આપનારને પોલીસ હજી શોધી શકી નથી.
છાણી વિસ્તારના કેમિકલના વેપારીને રોહિત ગોદારા ગેંગના મહેન્દ્ર દેલાણાના નામે ધમકાવી ૧૦ કરોડની ખંડણી માગવાના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સંજય ગામેતી અને ટીમે છટકું ગોઠવી ખંડણીની ૧૦ લાખની ટોકન રકમ લેવા દિલ્હીના ચાંદની ચોકમાં આવેલા કુલદીપ ગણેશદાસ સ્વામી (જયવિહાર સોસાયટી,બાપરોલા, નજરગઢ, દિલ્હી મૂળ કલ્યાણપુરા, બિંદવાતન,ચુરૃ, રાજસ્થાન)ને ઝડપી પાડયો હતો. દિલ્હીથી ટ્રાન્સફર વોરંટના આધારે વડોદરા લવાયેલા આરોપી કુલદીપ સ્વામીને ડીસીબી પ ોલીસે કોર્ટમાં રજૂ કરી ૭ દિવસના રિમાન્ડ લીધા છે. પોલીસે રિમાન્ડ માટે કુલ ૧૬ મુદ્દાઓ રજૂ કર્યા હતા. ગોદારા ગેંગને ૧૦ કરોડની ખંડણીની ટીપ આપનાર સુધી હજી પોલીસ પહોંચી શકી નથી.ગોદારા ગેંગને ગુજરાતમાં આશ્રય આપનારને પોલીસ શોધી રહી છે. ફરિયાદી પર ફાયરિંગ કરવા માટે કયા માણસો રોક્યા છે, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.




