તરસાલી બાયપાસ પાસે દારૃના કટિંગ સમયે જ પોલીસની રેડ ઃ દારૃની ૧,૮૫૫ બોટલ કબજે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તરસાલી બાયપાસ પાસે દારૃના કટિંગ સમયે જ પોલીસે રેડ પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા. પોલીસે દારૃ, કાર, જીપ અને મોબાઇલ સહિત કુલ ૩૦.૭૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મકરપુરા પોલીસને માહિતી મળી હતી કે,તરસાલી બાયપાસ પાસે દ્વારકેશ હાઇવ્યૂ સોસાયટીના પાર્કિંગમાં બે કાર સાથે કેટલાક લોકો વિદેશી દારૃનું કટિંગ કરી રહ્યા છે. જેથી, પી.આઇ. એ.એમ.ગોહિલની સૂચના મુજબ સ્ટાફના હે.કો. કુંદનભાઇ તથા સ્ટાફે રેડ કરી હતી. કારમાંથી દારૃની પેટીઓ ઊતારવામાં આવી રહી હતી. ત્યારે જ પોલીસે તેઓને કોર્ડન કરીને ઝડપી પાડયા હતા. જેમાં (૧) આકાશ અશોકભાઇ ઠાકરડા, ઉં.વ.૨૭ (રહે. ટકેરા ફળિયું, ભાલીયાપુરા ગામ,તા.વડોદરા) (૨) સ્વરાજસિંહ રતનસિંહ રાજપૂત,ઉં.વ.૨૫ (રહે. ચોરાવાળું ફળિયું, તરસાલી) તથા (૩) વિજય પ્રતાપભાઇ ઠાકરડા,ઉં.વ.૪૫ (રહે.દ્વારકેશ હાઇ વ્યૂ, તરસાલી બાયપાસ) નો સમાવેશ થાય છે. પોલીસે કાર અને જીપમાંથી દારૃની ૧,૮૫૫ બોટલ કિંમત રૃપિયા ૫.૫૦ લાખની કબજે કરી છે. વિજય સામે ૧૦ તથા આકાશ સામે ૧૧ ગુનાઓ નોંધાયા છે.



