Baroda

ખોડિયારનગર નજીક દારૃના કટિંગ સમયે જ પોલીસની રેડ ઃ ૮૪.૦૧ લાખનો દારૃ કબજે

By GS Team
23 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી તેજ કરી છે. અમદાવાદ, આણંદ અને વડોદરામાં દરોડા પાડી 84 લાખનો દારૂ ઝડપ્યો. ખોડિયારનગરના નીલકંઠ વિલા પાર્કિંગમાં કટિંગ સમયે રેડ કરતા બુટલેગરો વાહનો છોડી ભાગ્યા. પોલીસે 1 ટુ-વ્હીલર, 1 કાર, 2 ટેમ્પા કબજે કર્યા. લિસ્ટેડ બુટલેગર નીલુ સિંધી વોન્ટેડ જાહેર થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખોડિયારનગર નજીક  દારૃના કટિંગ સમયે જ પોલીસની રેડ ઃ ૮૪.૦૧ લાખનો દારૃ કબજે

ડુપ્લિકેટ દારૃના કારણે ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડના પગલે સમગ્ર રાજ્યની પોલીસ દોડતી થઇ ગઇ છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ખોડિયારનગર વિસ્તારમાંથી ૮૪ લાખનો વિદેશી દારૃનો જથ્થો કબજે કરતા શહેર પોલીસની નિષ્ક્રિયતા છતી થઇ છે.
લઠ્ઠાકાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી. ત્યારબાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદ, આણંદ રૃરલ અને આજે વડોદરા શહેરમાં રેડ કરી છે. અમદાવાદમાંથી ૫૯૭ બોટલ કિંમત રૃપિયા ૪.૦૭ લાખ, આણંદ રૃરલ પોલીસ સ્ટેશનની હદમાંથી ૭૧૮૭ બોટલ કિંમત રૃપિયા ૧૯.૬૩ લાખની તથા વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનની હદમાંથી ૧૬,૩૯૪ બોટલ કિંમત રૃપિયા ૮૪.૦૧ લાખની કબજે કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ખોડિયારનગર સફેદ વુડાના મકાનની પાછળ આવેલા નિલકંઠ વીલા ફ્લેટના પાર્કિંગમાં ચાલતા દારૃના કટિંગ સમયે જ રેડ પાડી હતી. પોલીસને જોઇને દારૃ લેવા આવેલા આરોપીઓ વાહનો છોડીને ભાગી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, લઠ્ઠાકાંડ પછી પોલીસ સતર્ક હોવાછતાંય બૂટલેગરો સ્થાનિક પોલીસને ચકમો આપી દારૃ ઘુસાડવામાં સફળ રહ્યા હતા.પોલીસે સ્થળ પરથી એક ટુ વ્હીલર, એક કાર, બે ટેમ્પા પણ કબજે કર્યા છે. દારૃ લિસ્ટેડ બૂટલેગર નિલુ સિન્ધીનો હોવાનું જાણવા મળતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.