ગણેશ મંડળો સાથે પોલીસની મીટિંગ,મૂર્તિ પાસે ચોવીસ કલાક સ્વયંસેવકને રાખવા તાકીદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગણેશ મંડળો સાથે આજે પોલીસ અધિકારીઓએ મીટિંગ યોજી તેમની રજૂઆતો સાંભળી હતી અને તેમને જરૃરી સૂચનાઓ પણ આપી હતી.
વડોદરામાં આગામી તા.૧૪ સપ્ટેમ્બરથી ૨૫ સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થનાર હોવાથી પોલીસ દ્વારા પણ ઉત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે,જેના ભાગરૃપે ગઇકાલે ડીજે ઓપરેટરો સાથે એક મીટિંગ કરીને તેમને જરૃરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આવી જ રીતે આજે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે નાના-મોટા ગણેશ મંડળો સાથે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મીટિંગ યોજી હતી. જેમાં ગણેશ મંડળોને મૂર્તિ સાથે ચોવીસ કલાક એક સ્વયંસેવક હાજર રહે તેવું સૂચન કરવામાં આવ્યું હતું.
ગણેશ મંડળોને આગમન યાત્રા અને વિસર્જન યાત્રા દરમિયાન પોલીસ સાથે નક્કી થયેલા રૃટ જ પસંદ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી.જ્યારે,યાત્રા દરમિયાન ટ્રાફિક જામ ના થાય તેની તકેદારી રાખવા,ઉત્સવ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવા કૃત્યો નહિ આચરવા, અસામાજિક તત્વો વિશે તરત જ જાણ કરવા,સોશ્યલ મીડિયા પર અફવાથી દૂર રહેવા તેમજ ધ્વનિ પ્રદૂષણના મુદ્દે પણ સુપ્રીમના નિયમોનું પાલન કરવા જેવાી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.




