Baroda

હોટલ,ગેસ્ટ હાઉસમાં રોકાતા પ્રવાસીઓ પર પોલીસની નજર

By GS Team
2 Sep 20261 min read
TukuTouch Logo
વડાપ્રધાનના આગમનને પગલે શહેર પોલીસ સક્રિય બની છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે હોટલ, ગેસ્ટ હાઉસ અને વાહનોનું સઘન ચેકિંગ શરૂ કરાયું છે. મુસાફરોની નોંધણી, આધાર કાર્ડ વેરિફિકેશન અને CCTV કાર્યરત છે કે નહીં તે તપાસવામાં આવી રહ્યું છે. વડોદરામાં પ્રવેશતા તમામ વાહનોનું પણ ઝીણવટભર્યું નિરીક્ષણ કરાઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોટલ,ગેસ્ટ હાઉસમાં રોકાતા  પ્રવાસીઓ પર પોલીસની નજર

વડાપ્રધાનના કાર્યક્રમને ધ્યાને રાખી શહેર પોલીસ દ્વારા હોટલ,ગેસ્ટ હાઉસ તથા વાહનોનું ચેકિંગ શરૃ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને શહેર પોલીસ દ્વારા ઠેર - ઠેર ચેકિંગ શરૃ કરવામાં આવ્યું છે. હોટલમાં રોકાતા મુસાફરોની રજીસ્ટરમાં એન્ટ્રી તેમજ આધાર કાર્ડ કે અન્ય આઇ.ડી. પ્રૂફનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે.હોટલ સંચાલકો દ્વારા નિયમ મુજબ ઓનલાઇન માહિતી અપલોડ થાય છે કે કેમ, હોટલના રિસેપ્શન, એન્ટ્રી એક્ઝીટ પોઇન્ટ, લોબીમાં ફિટ કરેલા સીસીટીવી ચાલુ હાલતમાં છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તદુપરાંત વડોદરા શહેરમાં આવતા તમામ વાહનોનું સઘન ચેકિેંગ કરવામાં આવી રહ્યું છે.