Baroda
ડ્રાઇવરની હત્યાના આરોપી પાસે રિ કન્સટ્રક્શન કરાવતી પોલીસ
By GS Team
19 Sep 20261 min read
મકરપુરા પોલીસે આજવારોડના સ્કૂલ બસ ડ્રાઇવર રમેશ પવારની હત્યા કેસમાં આરોપી હિમાંશુ ખડસે પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પૂજા ખડસે અને તેના પતિ હિમાંશુએ 3 લાખ રૂપિયાની લોન બાબતે ઝઘડો થતા રમેશભાઈની હત્યા કરી લાશ હાઈવે પર ફેંકી દીધી હતી. પોલીસે હત્યા સ્થળે જઈ લાશ, રિક્ષા અને મોબાઈલ ફોન ક્યાં સગેવગે કર્યા તેની વિગતો મેળવી છે. હિમાંશુના સોમવાર સુધીના રિમાન્ડ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

આજવારોડની એક સ્કૂલ બસના ડ્રાઇવરની હત્યા કરનાર આરોપી પાસે મકરપુરા પોલીસે રિકન્સટ્રક્શન કરાવ્યું હતું.
આજવારોડ એકતાનગરમાં આંબેડકર નગરમાં રહેતા રમેશભાઇ ગણપતરાવ પવાર સ્કૂલ બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. તેમની સાથે બસમાં કંડક્ટર તરીકે ગાજરાવાડીમાં રહેતી પૂજા ખડસેને લોન લઇને આપેલા ત્રણ લાખ રૃપિયા બાબતે તકરાર થતા પૂજાએ પતિ હિમાંશુ સાથે મળીને રમેશભાઇની હત્યા કરી લાશ હાઇવે પર ફેંકી દીધી હતી. મકરપુરા પોલીસે હિમાંશુના સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. આજે પોલીસ આરોપીને લઇને હત્યાના સ્થળે ગઇ હતી. ત્યાંથી લાશ સગેવગે કઇ રીત ેકરી, રિક્ષા અને મોબાઇલ ફોન ક્યાં અને કેવી રીતે સગેવગે કર્યા હતા, તેની વિગતો પણ પોલીસે મેળવી છે.