દિવાળીને અનુલક્ષીને પોલીસ દ્વારા કોમ્બીંગ કરાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી શહેર પોલીસ દ્વારા ભીડવાળા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગની યોજના ઘડવામાં આવી છે. ડીસીપી એન્ડ્ મેકવાનની અધ્યક્ષતામાં કુંભારવાડા અને બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલીંગ અને કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો સાથે રહીને દત્તનગર, એકતાનગર, કુંભારવાડા, ખારી તલાવડી તેમજ વિમા દવાખાના વિસ્તારમાં પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું. કોમ્બીંગ દરમિયાન શરીર સંબંધી અને મિલ્કત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ કાર્યવાહી દરમિયાન દારૃનો ૧કરવામાં આવ્યો છે. તદુપરાંત ૬૭ વાહનોનું ચેકિંગ કરી ત્રણ વાહનોને ડિટેન કરાયા છે. આ ઉપરાંત જાંબુવા અને તરસાલી ચેક પોસ્ટ પર પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.




