Baroda
ગણતરીના કલાકોમાં વાહનચોરને પોલીસે ઝડપી પાડયો
By GS Team
16 Aug 20261 min read
છાણીના જ્વેલર્સ દુકાનમાં નોકર યશ અગ્રવાલનું દાંડિયાબજારથી એક્ટિવા ચોરાયું હતું. રાવપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે કાગદીવાડના અઝરૃદ્દીન ઉર્ફે અજ્જુ શેખને ચોરીના એક્ટિવા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી સામે અગાઉ પણ વાહનચોરીનો ગુનો નોંધાયો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

છાણી ખાતે જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતો ૨૧ વર્ષનો યશ અગ્રવાલ ગઈકાલે સવારે દાંડિયાબજાર વિસ્તારમાં આઈસ્ક્રિમ લેવા માટે એક્ટિવા પાર્ક કરી ગયો હતો, પરત આવતા એક્ટિવા ચોરી થયાનું જાણવા મળ્યું હતું. રાવપુરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અઝરૃદ્દીન ઉર્ફે અજ્જુ મુસ્તાકએહમદ શેખ (રહે.કાગદીવાડ, મચ્છીપીઠ)ને ચોરીની એક્ટિવા સાથે ઝડપી પાડી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. આરોપી સામે અગાઉ વાહનચોરીનો ગુનો નોંધાયો છે.