Baroda

વાઘોડિયા રોડ પર મોડીરાત સુધી ચાલતી નાસ્તાની લારી બંધ કરાવવા ગયેલી પોલીસ પર હુમલો

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં વાઘોડિયા રોડ પર મોડીરાત્રે નાસ્તાની લારી બંધ કરાવવા ગયેલા પોલીસ જમાદારની ફેંટ પકડી મારામારી થઈ હતી. રુદ્ર શાહ નામના લારીધારકે પોલીસ સાથે ઝપાઝપી કરી. ત્યારબાદ 10 જેટલા લોકો પાણીગેટ પોલીસ સ્ટેશન પહોંચી હંગામો મચાવ્યો હતો. પોલીસે 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે, જેમાં 2 નશાની હાલતમાં હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વાઘોડિયા રોડ પર મોડીરાત સુધી ચાલતી નાસ્તાની લારી બંધ કરાવવા ગયેલી પોલીસ પર હુમલો

Vadodara: મોડીરાત સુધી વાઘોડિયા રોડ પ્રભાત બસ સ્ટેન્ડ નજીક નાસ્તાની લારી ચાલુ રાખનાર યુવકને લારી બંધ કરવાનું કહેતા તેણે પોલીસ જમાદારની ફેંટ પકડી મારામારી કરી હતી.મોડીરાત્રે મહિલાઓ સાથેના ટોળાએ પાણીગેટ પોલીસ સ્ટેશન આવી હંગામો કરતા પોલીસે તમામની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે રાત્રે પેટ્રોલિંગમાં નીકળ્યો હતો. તે દરમિયાન રાત્રે સાડા બાર વાગ્યે વાઘોડિયારોડ પ્રભાત બસ સ્ટેન્ડ નજીક આવતા એક નાસ્તાની લારી ખુલ્લી હતી. લારી નજીક કેટલાક યુવકો જાહેરમાં મોટેથી બોલાચાલી કરતા હતા. તેમજ તેઓના વાહનો અડચણરૃપ પાર્ક કરેલા હતા. જેથી, પોલીસે લારી ચલાવતા યુવકને લારી બંધ કરી દેવાનું કહેતા તેણે લારી બંધ કરવાની ના પાડી હતી. તેણે ફોન કરતા પાંચ યુવકો આવી ગયા હતા. જે પૈકી એક યુવકે મોબાઇલ ફોનથી વીડિયો ઉતારવાનું શરુ કર્યું હતું. રુદ્રની લારી કેમ બંધ કરાવો છો,તમારી પાસે કલેક્ટરનો ઓર્ડર છે ? ત્યારબાદ યુવકોએ ભેગા થઇને પોલીસ જમાદારની ફેંટ પકડી મુક્કો મારી દીધો હતો.


પોલીસ લારી ધારક રુદ્ર શાહને પકડીને પાણીગેટ પોલીસ સ્ટેશન લઇ આવી હતી. મોડીરાત્રે અઢી વાગ્યે મહિલાઓ સહિત અંદાજે 10 લોકો પોલીસ સ્ટેશન આવી ગયા હતા. તેઓએ હંગામો મચાવી વરદી ઉતારી દેવાની ધમકી આપી હતી. પોલીસે સમજાવવા છતાંય તેઓએ ધક્કા મુક્કી ચાલુ રાખી પોલીસની કામગીરીમાં રૃકાવટ ઊભી કરી હતી. પોલીસે તે તમામની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બે આરોપીઓએ નશો કર્યો હોઇ પીધેલાનો ગુનો અલગથી દાખલ

મોડીરાતે પાણીગેટ પોલીસ સ્ટેશન જઇ હંગામો કરનાર


(1) રુદ્ર સંજયભાઇ શાહ (રહે. વર્ષા સોસાયટી, આજવારોડ)
(2) જય દુષ્યંતભાઇ વ્યાસ (રહે. અલકા સોસાયટી, અકોટા સ્ટેડિયમ પાસે)
(3) જયમિત અજયભાઇ જોશી (4) હિતેશ જયમીતભાઇ જોશી ( બંને રહે. ભવ્ય દર્શન સોસાયટી, તરસાલી રિંગ રોડ) (5) હિતેશ ઉર્ફ લાલુ જીતેન્દ્રભાઇ પંચાલ (6) ભૂમિ હિતેશભાઇ પંચાલ ( બંને રહે.વિશાલનગર, તરસાલી)
(7) કરણ સુરેશભાઇ જસવાણી (રહે. સાંઇ આશિષ સોસાયટી, વારસિયા રિંગરોડ)
(8) ડિમ્પલ વિજયભાઇ વાણી (રહે.જલારામ ચોકની બાજુમાં, કિશનવાડી)
આ પૈકી જય અને હિતેશે દારૂનો નશો કર્યો હોઇ તેઓની સામે પ્રોહિબીશનનો અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.