પીએમ આવાસના કૌભાંડીઓએ મકાન પેટે રૃ.9.60લાખ પડાવ્યા,ભાજપ હોદ્દેદારના પુત્રએ રજિસ્ટ્રાર તરીકે સહી કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના વિવિધ વિસ્તારોમાં પીએમ આવાસ યોજનાના નામે કૌભાંડ આચરતી ટોળકીએ એક મહિલા પાસે રૃ.૯.૬૦ લાખ પડાવી લીધા હોવાની વધુ એક ફરિયાદ નોંધાઇ છે.
વાસણારોડના ઇસ્કોન મંદિર પાસે આવાસમાં રહેતા મહેન્દ્રભાઇ ભૈરવાએ પોલીસને કહ્યું છે કે,પીએમ આવાસ યોજનાની સુભાનપુરા ટીપી-૧માં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે સમતા સુરેશ ભજીયા પાસે આવેલી સંદીપ એસ્ટેટ એજન્સીમાં મને બોલાવી આરોપીઓએ મીટિંગ કરી હતી.
કોર્પોરેશનના અધિકારી અને કર્મચારી તરીકે ઓળખ આપનાર ટોળકીએ ઓગષ્ટ-૨૦૨૪માં મારી પાસે ટુકડે ટુકડે રૃ.૯.૬૦ લાખ પડાવ્યા હતા.મને વેચાણ દસ્તાવેજ પણ કરી આપવામાં આવ્યો હતો.મારી પત્નીનાન નામની અકોટાના સબ રજિસ્ટ્રાર કચેરીની પહોંચ આપવામાં આવી હતી,જેમાં સબ રજિસ્ટ્રાર તરીકે કશ્યપ જોષીની સહી હતી. પરંતુ હજી સુધી મને મકાન કે રૃપિયા મળ્યા નથી.
ઉપરોક્ત ફરિયાદને આધારે ગોરવા પોલીસે જીલ અશોક બારોટ(શ્રીજી સમૃધ્ધ પાસે, સેવાસી કેનાલ રોડ),રોહન લક્ષ્મણસિંહ સોલંકી(શ્યામલ એવન્ટ,પ્રિયા સિનેમા પાસે, સેવાસી-કેનાલ રોડ),રણવીરસિંહ પ્રવીણસિંહ સિંધા(ચંદ્રનગર સોસાયટી, સુભાનપુરા) અને કશ્યપ રાકેશ ભાઇ જોષી (પ્રથમ રેસિડેન્સી, પરિવાર ચારરસ્તા પાસે, વાઘોડિયારોડ) સામે ગુનો નોંધ્યો છે.




