Baroda

મેદાનમાં પ્રતિસ્પર્ધીને પછાડતા ખેલાડીઓ આર્થિક બોજથી તૂટે છે

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરાના કિક બોક્સિંગ ગોલ્ડ મેડલિસ્ટ અક્ષદા દળવીના પિતા અખબાર વિતરણ કરી પુત્રીને તાલીમ આપે છે. જ્યારે કુસ્તી ખેલાડી હિમાની હિરાણીને સ્પોન્સર ન મળતા રશિયાની સ્પર્ધા ગુમાવી હતી. ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકવા માટે આર્થિક સહાયની જરૂર છે, પરંતુ CSRના માપદંડ અવરોધરૂપ બને છે. વાલીઓએ પણ બાળકોને ક્રિકેટ સિવાયની રમતો તરફ વાળવા જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

મેદાનમાં પ્રતિસ્પર્ધીને પછાડતા ખેલાડીઓ આર્થિક બોજથી તૂટે છે

વડોદરામાં રમતગમત ક્ષેત્રે પ્રતિભાની કોઈ કમી નથી. શહેરના અનેક ખેલાડીઓ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં મેડલ જીતીને શહેર અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. મેદાનમાં ખેલાડીની મહેનત રંગ લાવે છે અને મેડલ ગળામાં આવે છે, પરંતુ આ મેડલ પાછળના ખર્ચની વાત આવે ત્યારે આખો બોજ પરિવારના ખભા પર આવી જાય છે.

કિક બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતનારી વડોદરાની અક્ષદા દળવીના પિતા અજય દળવી અખબાર વિતરણનું કામ કરે છે. દીકરીને તાલીમ આપવા માટે દર મહિને રૃા. ૨થી અઢી હજાર કોચિંગ ફી ચૂકવવી પડે છે. હેન્ડ ગ્લોવ્ઝ્, હેડ ગાર્ડ  સહિતની કીટની કિંમત જ રૃા. ૮ હજારથી શરૃ થાય છે. અનેક ટુર્નામેન્ટમાં સારી કંપનીની કીટ ન હોય તો ખેલાડીઓને પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડે  છે. અક્ષદાના પિતા હજુ સુધી  સારી કંપનીની કીટ ખરીદી શક્યા નથી.

વડોદરાની કુસ્તી ખેલાડી હિમાની હિરાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તુર્કીમાં ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રૃા.૧.૮૦ લાખનો ખર્ચ થયો હતો, જેમાં એક કંપનીએ મદદ કરી હતી. ગત વર્ષે રશિયામાં આયોજિત સ્પર્ધામાં ભાગ લેવા માટે રૃા.૧.૨૦ લાખની જરૃર હતી. પરંતુ સ્પોન્સર ન મળતાં તે સ્પર્ધામાં જઈ શકી નહોતી. ં સ્પોન્સર મળે તો વધુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવાની તેની ઈચ્છા છે.ખાસ કરીને 'આ રમતમાં સ્પોન્સરશિપનો મતલબ નથી' તેવા કેટલાક દાતાઓના જવાબથી ખેલાડીઓને આઘાત લાગે છે.

સીએસઆરના માપદંડમાં ખેલાડીઓ અટવાય છે

સ્પોન્સરશિપનો અભાવ માત્ર આર્થિક મુશ્કેલી નથી, પરંતુ ખેલાડીની કારકિર્દીની તકોને પણ અસર કરે છે. સીએસઆર હેઠળ સહાય મેળવવા માટે સંસ્થા, ક્લબ અથવા એસોસિએશને વિવિધ માપદંડ પૂર્ણ કરવા પડે છે, જ્યારે વ્યક્તિગત ખેલાડીઓ પાસે આવી વ્યવસ્થા હોતી નથી.

વાલીઓ રમત સ્પર્ધા જોવા બાળકોને મોકલે

ભારતમાં ક્રિકેટ સિવાયની અન્ય રસ પડે તેવી દેશી -વિદેશી રમતોમાં બાળકોને રસ લેતા કરવાની જવાબદારી વાલીઓની પણ છે. ટેબલ ટેનિસ, કબડ્ડી, બાસ્કેટ બોલ, ખો-ખો જેવી રમતો અત્યંત રોમાંચક છે, જેના આયોજકો દર્શકોને જોવા માટે બહુધા નિઃશુલ્ક વ્યવસ્થા પૂરી પાડે છે. વાલીઓએ આનો લાભ લઈને બાળકોને ખેલકૂદ તરફ અભિમુખ કરવા જરૃરી છે.