Baroda

હાઇવે પરથી વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન પકડાઇ

By GS Team
1 Sep 20261 min read
TukuTouch Logo
દુમાડ ચોકડી નજીકથી એલ.સી.બી. ઝોન-4ની ટીમે વિદેશી દારૂ ભરેલી પીકઅપ વાન ઝડપી પાડી છે. પોલીસે 2.30 લાખનો દારૂ, વાહન અને મોબાઈલ ફોન મળી કુલ 7.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે ડ્રાઈવર અમિન ગફારભાઈ કાબરા સામે ગુનો નોંધી, દારૂ ભરાવનાર રમપેશભાઈ અને મંગાવનાર રફીકભાઈને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હાઇવે પરથી  વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન પકડાઇ

દુમાડ ચોકડી નજીકથી એલ.સી.બી. ઝોન - ૪ ની ટીમે વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન ઝડપી પાડી ૨.૩૦ લાખનો દારૃ કબજે કર્યો છે.
એલ.સી.બી. ઝોન - ૪ ની ટીમને માહિતી મળી હતી કે,વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન નેશનલ હાઇવેથી દેણા ચોકડી તરફ જવાની છે. જેથી, પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી. દરમિયાન એક શંકાસ્પદ પીકઅપ વાન આવતા પોલીસે ઊભી રખાવી હતી.પીકઅપ વાનમાં ચેક કરતા તેમાંથી વિદેશી દારૃની ૯૨૧ બોટલ કિંમત રૃપિયા ૨.૩૦ લાખની મળી આવી હતી. જેથી,પોલીસે ગુનો દાખલ કરી પીકઅપ વાનના ડ્રાઇવર અમિન ગફારભાઇ કાબરા (રહે. ગામ બિલખા,તા.જૂનાગઢ) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૃ, પીકઅપ વાન અને મોબાઇલ ફોન મળી કુલ૭.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૃ ભરી આપનાર રમપેશ ભાઇ,મગાવનાર રફીકભાઇને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.