Baroda
છાણી કેનાલમાં પડતું મૂકે તે પહેલાં યુવતીને લોકોએ બચાવી લીધી
By GS Team
30 Jun 20261 min read
વડોદરાના છાણી જકાત નાકા પાસે કેનાલમાં ગતરાત્રે એક યુવતીએ પડતું મૂકવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરી યુવતીને બચાવી લીધી હતી. ફતેગંજ પોલીસને જાણ કરાતા, પોલીસે યુવતીનું કાઉન્સેલિંગ કરી પરિવારજનોને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી. લોકોની સજાગતાને કારણે યુવતીનો જીવ બચી ગયો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

છાણી કેનાલમાં પડતું મૂકવાનો પ્રયાસ કરનાર એક યુવતીને લોકોએ બચાવી લઇ પોલીસને જાણ કરી હતી.
છાણી જકાત નાકા વિસ્તારની કેનાલમાં ગઇરાત્રે એક યુવતી કૂદવા માટે આવી હતી.કોઇ સ્થાનિક વ્યક્તિનું ધ્યાન જતાં તેણે બૂમરાણ મચાવી હતી.જેથી લોકો ભેગા થતાં યુવતીને બચાવી લીધી હતી.
બનાવની જાણ ફતેગંજ પોલીસને કરાતાં પોલીસે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું અને તેના પરિવારજનોને સોંપવાની તજવીજ કરી હતી.આમ,લોકોની સજાગતાને કારણે યુવતીનો જીવ બચ્યો હતો.