કારેલી બાગના ખોડિયાર નગરમાં ગટરના પાણીથી લોકો પરેશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : કારેલીબાગના ખોડીયારનગર વિસ્તારમાં શાનેન શાળા પાસે ડ્રેનેજનું દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી ઉભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગટરના પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિદ્યાર્થીઓને પણ દૂષિત પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. ખોડીયારનગર, અયોધ્યાનગર, સહયોગનગર અને સુંદરમ પાર્ક સહિતની અનેક વસાહતોને જોડતા આ મુખ્ય માર્ગ પરથી મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે. તેમ છતાં માર્ગ પર ગટરના પાણી ભરાઈ રહેતા સ્વચ્છતાની સ્થિતિ કથળી છે અને વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે.
સ્થાનિક સામાજિક કાર્યકરના જણાવ્યા મુજબ, ડ્રેનેજનું પાણી સતત ઉભરાવાને કારણે મુખ્ય માર્ગ પર ગંદકીની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓને પણ આ જ માર્ગ પરથી પસાર થવું પડતું હોવાથી તંત્રની બેદરકારી સામે સવાલો ઊભા થયા છે.
સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ગટરનું પાણી ઉભરાતું બંધ કરાવી માર્ગ પરથી દૂષિત પાણી દૂર કરવાની તેમજ સમગ્ર વિસ્તારમાં સફાઈ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવાની માગ કરી છે.









