સયાજી હોસ્પિટલના ચોથા માળેથી દર્દીએ નીચે ઝંપલાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સયાજી હોસ્પિટલમાં આપઘાતના પ્રયાસની સારવાર લઇ રહેલા ૩૩ વર્ષના યુવકે ચોથા માળે જઇ ફરીથી નીચે ઝંપલાવ્યું હતું. જેમાં યુવકને તથા નીચે ઊભેલા એમ્બ્યુલન્સના ડ્રાઇવરને ગંભીર ઇજા થઇ છે.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર ૩૩ વર્ષના એક યુવકે ઘરે જાતે હાથ પર બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને સારવાર માટે પરિવારજનો સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. તાત્કાલિક સારવાર વિભાગમાં સારવાર લઇ રહેલો યુવક અચાનક જ હોસ્પિટલના ચોથા માળે ચઢી જાય છે અને ત્યાંથી નીચે કૂદકો મારે છે. નીચે ઊભેલા એમ્બ્યુલન્સના ડ્રાઇવર પ્રિતેશ સિંહ , ઉં.વ.૨૫,(રહે. દંતેશ્વર) પર તે પડયો હતો. તેના કારણે પ્રિતેશને છાતી તથા મણકામાં ગંભીર ઇજા થઇ હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાથ પર બ્લેડ માર્યા પછી ચોથા માળેથી નીચે ઝંપલાવનાર યુવકે માનસિક અસ્વસ્થ હોવાના કારણે આ પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. તે છેલ્લા ત્રણ દિવસથી એવું કહ્યા કરતો હતો કે, મને ઘરમાં બે થી ત્રણ લોકો દેખાઇ રહ્યા છે.




