Baroda

આજથી પ્રતાપનગર - એમપી વચ્ચે પેસેન્જર ટ્રેનની શરૃઆત

By GS Team
7 Sep 20261 min read
TukuTouch Logo
પશ્ચિમ રેલવે રૂ. 8,885 કરોડના ખર્ચે વડોદરા-રતલામ વચ્ચે 259 કિ.મી. લાંબી ત્રીજી-ચોથી લાઇન બનાવશે. વિશ્વામિત્રી-ડભોઇ વચ્ચે 33 કિ.મી. લાઇન ડબલ કરાશે. મિયાગામ-કરજણ-ચોરંદા-માલસરની 37 કિ.મી. લાઇન બ્રોડગેજ થશે. છોટાઉદેપુર-ધાર યોજના અંતર્ગત રૂ. 553 કરોડના ખર્ચે જોબટ-ટાંડારોડ વચ્ચે 28 કિ.મી. નવો રેલવે માર્ગ મંગળવારથી કાર્યરત થશે. VDFFના ત્રણ વિભાગો પણ કાર્યરત થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજથી પ્રતાપનગર - એમપી વચ્ચે પેસેન્જર ટ્રેનની શરૃઆત

પશ્વિમ રેલવે દ્વારા રૃા. ૮,૮૮૫ કરોડના ખર્ચે વડોદરા-રતલામ વચ્ચે ૨૫૯ કિલોમીટર લાંબા રેલવે માર્ગ પર ત્રીજી અને ચોથી રેલવે લાઇનનું નિર્માણ કરાશે. વિશ્વામિત્રી-ડભોઇ વચ્ચે ૩૩ કિલોમીટર લાંબી રેલવે લાઇનને રૃા.૩૯૪ કરોડના ખર્ચે ડબલ કરાશે.

મિયાગામ કરજણ-ચોરંદા-માલસર વચ્ચેની ૩૭ કિલોમીટર લાંબી રેલવે લાઇનને રૃા. ૪૫૦ કરોડના ખર્ચે બ્રોડગેજમાં બદલાશે. છોટાઉદેપુર-ધાર રેલવે યોજના અંતર્ગત રૃા.૫૫૩ કરોડના ખર્ચે જોબટ-ટાંડારોડ વચ્ચે ૨૮ કિલોમીટર લાંબો નવો રેલવે માર્ગ આવતીકાલે મંગળવારથી કાર્યરત થવા સાથે ટાંડારોડથી પ્રતાપનગર, વડોદરા વચ્ચે પેસેન્જર ટ્રેનની પણ શરૃઆત થશે.

આ ઉપરાંત, રૃા.૨૦,૭૦૩ કરોડના ખર્ચે વીડીએફસી (વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર)ના ત્રણ વિભાગો ન્યૂ સાણંદ - ન્યૂ મકરપુરા (૧૩૮ કિ.મી.), ન્યુ ઉમરગામ- ન્યુ સફાળે (૮૬ કિ.મી.) અને ન્યૂ સફાળે ન્યૂ જેએનપીટી (૧૦૨ કિ.મી.) રેલમાર્ગો આવતીકાલથી કાર્યરત થશે, જે અમદાવાદ, વડોદરા અને અંકલેશ્વર જેવા ઔદ્યોગિક વિસ્તારોને પશ્વિમના દરિયાઈ બંદરો સાથે જોડે છે.